લાલિયાવાડી:જિલ્લા આરોગ્ય અધિકારીની મુલાકાતમાં CHO ગેરહાજર, એક્સપાયર ડેટની દવા

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કઠલાલ તાલુકાના સબ સેન્ટરો પર ચાલતી લાલિયાવાડી અંગે માત્ર નોટિસ

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગના સબ સેન્ટરો પર સી.એચ.ઓની લાલીયાવાડી બહાર આવી છે. ખુદ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા સ્થળ તપાસ કરતા સી.એચ.ઓ ગેરહાજર હોવાનું જોવા મળ્યું હતુ. જોકે આ મહિલા કર્મચારીઓને નોટિસો આપી હોવા છતાં પણ પરિસ્થિતિ એની એ જ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

કઠલાલ તાલુકાના કાકરખાડ, બદરપુર અને સરખેજ સબ સેન્ટરોમાં સરકારના નિયમો મુજબ કાર્યવાહી નહી થતી હોવાની ફરિયાદ જિલ્લા આરોગ્ય અધિકારીને મળતા તાલુકા આરોગ્ય અધિકારીને સ્થળ મુલાકાત માટે પત્ર દ્વારા સુચના આપવામાં આવી હતી. નોંધનીય બાબત છેકે ટીએચઓ દ્વારા જિલ્લા કક્ષાએ આપવામાં આવેલ અહેવાલમાં સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું છેકે કાકરખાડ સી.એચ.ઓ મનસ્વી રીતે પુર્વ મંજુરી વિના રજા પર જતા રહે છે.

સરકારી કાર્યક્રમો માટે ફોન કરવા છતા રિસીવ કરતા નથી. જેના કારણે સરકારી કામગીરી પર અસર પડે છે. કંઈક આવો જ રિપોર્ટ બદરપુર સબ સેન્ટરના સી.એચ.ઓનો પણ હતો. 21 ફેબ્રુઆરીના રોજ આયુષ મેડીકલ ઓફિસર અને સુપરવાઈઝરની મુલાકાત દરમિયાન સેન્ટર ગંદકી જોવા મળી હતી અને એક્સપાયરી તારીખની દવા જોવા મળી હતી. જે અંગે તેઓને નોટિસ પણ આપવામાં આવી હતી. જેનો આજ દિન સુધી ખુલાસો કર્યો નથી.

અન્ય સમાચારો પણ છે...