તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડકાઈ v/s લાપરવાહી:નડિયાદમાં જિલ્લા પોલીસ વડાની ફુટમાર્ચ, જિલ્લામાં કુલ 8 સોશ્યલ ડિસ્ટન્સ ભંગના ગુનાઓ

નડિયાદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોડી રાત્રે ફરતા લોકોને પોલીસ અટકાવે તો બહાના બાજી કરી છટકી જતાં જોવા મળ્યા
 • નડિયાદમાં રાત્રી કર્ફ્યૂની ગંભીરતા નહીં સમજતાં જિલ્લા પોલીસ વડાએ ગુરુવારે સવારે ફુટમાર્ચ કર્યુ

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં કોરોના સંક્ર્મણ વધતાં પોલીસને આકરૂ વલણ દાખવવાની ફરજ પડી છે. નડિયાદમાં ગત રોજથી રાત્રી કર્ફ્યૂનો અમલ શરૂ થઈ ગયો છે. પરંતુ નગરજનોમાં ગંભીરતા જોવા નહીં મળતા ગતરાત્રે પણ લોકો બીનજરૂરી બહાર નીકળતા જોવા મળ્યા હતા. તો પોલીસ અટકાવે તો બહાના બાજી કરી છટકી જતાં જોવા મળ્યા છે. તેથી જિલ્લા પોલીસ વડાએ ગુરુવારે સવારે ફુટમાર્ચ યોજી અને લોકો ગંભીરતા તથા સજાગતા કેળવી સરકારી તંત્રને સહયોગ આપવા અપીલ કરી છે. તો બીજી તરફ સમગ્ર ખેડા જિલ્લામાં કુલ 8 સોશ્યલ ડિસ્ટન્સ ભંગના ગુનાઓ નોંધાયા છે.

નડિયાદમાં રાત્રી કર્ફ્યૂમાં ફરતાં લોકો
નડિયાદમાં રાત્રી કર્ફ્યૂમાં ફરતાં લોકો

ખેડા જિલ્લામાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસો નોંધાતા જાય છે. જેના કારણે જીલ્લા પ્રશાસને કડક કાર્યવાહી કરવાનું વલણ અપનાવ્યું છે. તો નડિયાદ શહેરમાં ગતરાત્રિથી રાત્રી કર્ફ્યૂનો અમલીકરણ થઈ ગયું છે. આ કર્ફ્યૂમાં નગરજનોની લાપરવાહી સામે આવી છે. ગતરાત્રે કર્ફ્યૂના સમયમાં કેટલાય લોકો વાહનો સાથે બહાર ફરતાં જોવા મળ્યા હતા. મોડીરાત્રે પોલીસ અટકાવી પુછતાછ કરતાં મેડીકલનું બહાનું કાઢી તમામ લોકો છટકી જતાં હતા.

નડિયાદમાં પોલીસની કડકાઈ
નડિયાદમાં પોલીસની કડકાઈ

નગરજનો ગંભીરતા નહીં સમજતાં બીજા દિવસે જિલ્લા પોલીસ વડાએ મેદાનમાં ઉતારવાની ફરજ પડી છે. ગુરુવારની સવારે જીલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્રા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સરદારની પ્રતિમા આવી પહોંચી ત્યાંથી ફુટમાર્ચ કર્યું હતું. સાથે સાથે પોલીસની અને મહિલા પોલીસ કર્મીઓની જુદી જુદી ટીમો બનાવી શહેરમાં રાઉન્ડ ચેકીંગ હાથ ધર્યું હતું. કોરોના સંક્ર્મણ વધતાં હવે આપણે જાતે જ તકેદારી રાખવી પડશે નહીં તો ખુબજ વિકરાળ પરિસ્થિતિનો સામનો કરવો પડશે.

ખેડા જિલ્લામાં 8 સોશ્યલ ડિસ્ટન્સ ભંગના ગુનાઓ તથા એક ઈસમ માસ્ક વગર દંડાયો
ખેડા જિલ્લાના ડાકોરમાં કરીયાણાંની દુકાનના માલિક, કપડવંજ ટાઉનમાં દાણાચોકડી પાસે લારીવાળા સામે, ખેડામાં સરદાર ચોકમાં એક મોબાઇલની દુકાનદાર સામે, મહેમદાવાદ એસબીઆઈ બેંકની સામે શાકભાજીની લારી ચલાવતા વ્યક્તિ સામે, માતરના અલિન્દ્રામાં ખાણીપીણીના દુકાન માલિક સામે, નડિયાદ ટાઉનમાં મહાગુજરાત વિસ્તારમાં પાણીપુરીની લારીવાળા સામે, નડિયાદ પશ્ચિમમાં અને ઠાસરામાં પેસેન્જર રીક્ષા ચાલક સામે કોવિડના જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે. સાથે સાથે કપડવંજ ટાઉનમાં માસ્ક વગર ફરતાં એક ઈસમ દંડાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો