તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:નડિયાદ પાલિકાના ચીફ ઓફિસર ભૂમાફિયાઓને છાવરતા હોઈ તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવા રજુઆત

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરનો આદેશ છતાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ સીઓએ ન નોંધાવી અવગણના કરી

નડિયાદ નગરપાલિકા હસ્તકની જમીન ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવી હોવા છતાં ચીફ ઓફિસર તેના વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ નહી નોંધાવતા શહેરના જાણીતા વકીલ જયેશભાઇ તલાટીએ ચીફ ઓફિસરના વિરૂધ્ધમાં નડિયાદ ટાઉન પોલીસ મથકે અરજી કરી છે. જયેશ તલાટી એ જણાવ્યું છેકે જિલ્લા કલેક્ટર દ્વારા 7 ઓગસ્ટના રોજ આદેશ કરી ચીફ ઓફિસર ને લેન્ડ ગ્રેબિંગ ની ફરીયાદ દાખલ કરવા હુકમ કર્યો છે. તેમછતા ચીફ ઓફિસર તે આદેશ ની અવમાનના કરી છે. સમગ્ર મામલો સર્વે નં.2975 વાળી જમીનનો છે.

મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીત પરમાર દ્વારા સંકલન સમિતિની મીટીંગ માં આ જમીન પર ભુમાફીયા નો કબજો હોવાનો પ્રશ્ન પૂછતા તંત્ર દ્વારા કરાયેલી તપાસમાં ભૂમાફિયા નો કબજો હોવાનું બહાર આવ્યું હતું. જેથી જિલ્લા કલેક્ટર દ્વારા 7 ઓગસ્ટના રોજ નગરપાલિકા ચીફ ઓફિસર ને સદર બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો હતો. પરંતુ 12 ઓગસ્ટના રોજ તેઓએ જવાબ રજૂ કર્યો હતો કે આ જગ્યા પર દબાણ નથી. જેથી આ જવાબ ભૂમાફિયાઓને છાવરનારો હોવાનો આક્ષેપ જયેશભાઇ તલાટી દ્વારા કરવામાં આવ્યો છે. જોકે હાલ તો સમગ્ર બાબત અરજી સુધી સિમિત રહી છે. ત્યારે પોલીસ સમગ્ર દિશામાં કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...