યાત્રાનો શુભારંભ:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેમદાવાદથી આત્મ નિર્ભર ગ્રામ યાત્રાનો આવતીકાલે શુભારંભ કરાશે

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયા 53.39 કરોડના ખર્ચે લોકાર્પણ અને ખાર્તમુહુર્ત કાર્યક્રમોનું આયોજન

સમગ્ર દેશમાં 75 અઠવાડીયા સુધી આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સરકાર દ્રારા પ્રજાલક્ષી કાર્યો માટે ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આત્મનિર્ભર ગ્રામ યાત્રા 18મી નવેમ્બરથી 20મી નવેમ્બર સુધી ત્રિ દિવસીય કાર્યક્રમની સમગ્ર રાજ્યમાં શરૂઆત કરવામા આવનાર છે. ત્યારે આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખેડા જિલ્લાના મહેમદાવાદ મુકામેથી આવતીકાલે કરાવશે.

ખેડા જિલ્લામાં થનાર લોકાર્પણ અને ખાર્તમુહુર્તની વાત કરીએ તો, ગ્રામ વિકાસ-પી.એમ.એ.વાય વિભાગ અન્વયે 125 કામોનું રૂપિયા 190.76 લાખના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના 125નું લોકાર્પઁણ, ગ્રામ વિકાસ-પી.એમ.એ.વાય વિભાગ અન્વયે 170 કામોનું રૂપિયા 69.7 લાખના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના 170 લાભાર્થી બાંધકામ સહાયનું લોકાર્પણ, ગ્રામ વિકાસ – મનરેગા વિભાગ અન્વયે કેટલ શેડ, આંગણવાડી, રમત ગમત મેદાન અને અન્ય કામોનું રૂપિયા 551.6 લાખના ખર્ચે ખાર્તમુહુર્ત તથા કેટલ શેડ, પંચાયત ઘર અને આંગણવાડી (કુલ 33) કામોનું રૂપિયા 67.71 લાખના ખર્ચે લોકાર્પણ.

આ સિવાય ગ્રામ વિકાસ- સ્વચ્છ ભારત મિશન વિભાગ અન્વયે 2 ગોબર ઘન પ્રોજેક્ટનું ભુમિપુજન રૂપિયા 298 લાખના ખર્ચે ખાર્તમુહુર્ત, ગ્રામ વિકાસ – જી.એલ.પી.સી વિભાગ અન્વયે જિલ્લામાં 580 સ્વ સહાય જુથની બહેનોને સહાયના કામોનું રૂપિયા 30.7 લાખની સહાયનું લોકાર્પણ કરાશે.

પંચાયત વિભાગ અન્વયે વિવિધ વિકાસલક્ષીના 18 જેટલા કામોનું રૂપિયા 48.16 લાખના ખર્ચે ખાર્તમુહુર્ત/ભુમિપુજન, વિવિધ વિકાસલક્ષીના 4 કામોનું રૂપિયા 11.49 લાખના ખર્ચે લોકાર્પણ, જળ સંપતિ વિભાગ અન્વયે વિવિધ વિકાસલક્ષીના 2 કામોનું રૂપિયા 2023.58 લાખના ખર્ચે ભુમિપુજન, વિવિધ વિકાસલક્ષીના 7 જેટલા કામોનું રૂપિયા 38.48 લાખના ખર્ચે લોકાર્પણ, પાણી પુરવઠા વિભાગ અન્વયે જિલ્લામાં વિવિધ વિકાસલક્ષીના 27 જેટલા કામોનું રૂપિયા 1581.63 લાખના ખર્ચે ખાર્તમુહુર્ત, વિવિધ વિકાસલક્ષીના 9 જેટલા કામોનું રૂપિયા 245.77 લાખના ખર્ચે લોકાર્પણ.

આ ઉપરાંત કુષિ તથા ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ અન્વયે વ્યક્તિગત ખેડુતોને ઘાસચાર બીજ કીટના મજુરી કામના 2470 હુકમનું રૂપિયા 101.18 લાખના ખર્ચે લોકાર્પણ, પશુપાલન ગૌસંવર્ઘન, મત્સ્ય ઉઘોગ વિભાગ દ્રારા 58 વ્યક્તિગત લાભાર્થીઓને સહાયના 58 જેટલા કામોનું લોકાર્પણ, સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ અન્વયે 128 વ્યક્તિગત લાભાર્થીઓને સહાય આમ, કુલ 3633 કામોનું રૂપિયા 5339.32 લાખના ખર્ચે પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ભુમિપુજન કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...