FPS શોપથી મંત્રીપદ સુધીની સફર:પ્રથમવાર ધારાસભ્ય બનેલા મહેમદાવાદના અર્જુનસિંહ ચૌહાણ કેબિનેટ મંત્રી બન્યા, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગનો હવાલો સોંપાયો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ખુશીનો માહોલ છવાયો

નડિયાદની મહેમદાવાદ બેઠક પરથી પ્રથમવાર જ ધારાસભ્ય તરીકે ચૂંટાનાર અર્જુનસિંહ ચૌહાણને મોટી ભેંટ મળી છે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં અર્જુનસિંહને કેબિનેટમાં સ્થાન અપાતા મહેમદાવાદમાં ખુશીનો માહોલ છવાયો છે. અર્જુનસિંહને ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી બનાવવામા આવ્યા છે.

કોણ છે અર્જુનસિંહ ચૌહાણ?
મહેમદાવાદના વાંઠવાળી ગામના 41 વર્ષીય અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણ વર્ષ 2017માં પ્રથમવાર વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. મહેમદાવાદ બેઠક પર કૉંગ્રેસના ગૌતમ ચૌહાણને 10 હજાર મતથી હાર આપી તેઓ ધારાસભ્ય બન્યા હતા. અર્જુનસિંહ હાલ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી પણ નિભાવી રહ્યા છે. પાર્ટીએ હવે તેને ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે જવાબદારી સોંપી છે. અર્જુનસિંહ ચૌહાણે આજે કેબિનેટ મંત્રી તરીકે શપથ લેતા મહેમદાવાદમાં કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો હતો.

ગુજરાતમાં પ્રદીપસિંહ, ભૂપેન્દ્રસિંહ અને ધર્મેન્દ્રસિંહ જેવા ક્ષત્રિય મંત્રીઓની મંત્રીમંડળમાંથી બાદબાકી થતા ક્ષત્રિય સમાજમાંથી આવતા અર્જુનસિંહ ચૌહાણને કેબિનેટ મંત્રી તરીકે મહત્વનું સ્થાનક આપવામા આવ્યું છે. અર્જુનસિંહ છેલ્લા વીસ વર્ષથી RSS સાથે જોડાયેલા છે. તેઓ વર્ષ 2016-17માં જિલ્લા મહામંત્રી તરીકે રહી ચૂક્યા છે અને હાલ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ છે.

અન્ય સમાચારો પણ છે...