બજેટ 2022:ચરોતરવાસીઓએ બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપી, કહ્યું "આવકવેરાના બજેટમાં વેરા અને રાહતોના ઘટાડાના પાસા ઉલ્ટા પડ્યા"

નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પગારદાર, મધ્યમ વર્ગ અને વેપારી આલમને કોઈ જ મહત્તમ લાભ આ બજેટથી દેખાતો નથી : ટેક્ષ એડવોકેટ
  • આયકરના માળખામાં કોઈપણ પ્રકારનો ફેરફાર નહિ, મધ્યમવર્ગને થોડું નિરાશ થવું પડ્યું : પંકજ મોરદાની, સીએ

વિકસિત ભારતના અર્થતંત્ર બજેટ મહત્વનું સ્થાન ધરાવે છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને આજે મંગળવારે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. જે બાબતે ચરોતરના લોકોએ આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપી છે. જેમાં કોઈકે તેને આત્મનિર્ભર ભારતના પ્રતિબિંબ જેવુ તો કોઈકે સુસ્ત અને આંશિક લાભવાળા બજેટ તરીકે સરખાવ્યું હતું. આ બજેટ અંગે કેટલાક નિષ્ણાંતોએ પોતપોતાની પ્રતિક્રિયા આપી હતી.

આ બજેટ આત્મનિર્ભર ભારતના પ્રતિબિંબ જેવુ લાગી રહ્યું : પંકજ મોરદાની (CA, આણંદ)

આજે રજૂ થયેલા બજેટને આત્મનિર્ભર ભારતના પ્રતિબિંબ જેવુ ગણાવતા આણંદના સીએ પંકજ મોરદાનીએ જણાવ્યું હતું કે, આ બજેટમાં સંરક્ષણ ક્ષેત્રમાં મોટા મૂડી રોકાણની જાહેરાત કરવામાં આવી છે. પીએમ ગતિ શક્તિ યોજના પર ખુબ ભાર મૂકવામાં આવ્યો છે. જેથી ભારતના અર્થતંત્રને મજબૂતી મળશે તેમજ વેગ મળશે. ઉત્પાદન આધારિત સ્કીમને વધુ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે, જે ભવિષ્યમાં મોટી ક્રાંતિ લાવનારું પગલું સાબિત થઈ શકે છે. પરંતુ આયકરના માળખામાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. જેથી મધ્યમવર્ગને થોડું નિરાશ થવું પડ્યું છે. ક્રિપટોન કરન્સી પર 30% ટેક્ષ લગાવવાથી તેમાં રોકાણકારોની સંખ્યા ઘટશે. જેથી એક અંદરે મેડ ઈન ઈન્ડિયા કંપનીઓને પ્રોત્સાહન આપતું બજેટ છે.

પંકજ મોરદાની (CA, આણંદ)
પંકજ મોરદાની (CA, આણંદ)

આવકવેરાના બજેટમાં વેરા અને રાહતોના ઘટાડાના પાસા ઉલ્ટા પડ્યા : અમિત સોની (ટેક્ષ એડવોકેટ)

ટેક્ષ એડવોકેટ અમિત સોનીએ તેમના પ્રતિભાવો આપતાં જણાવ્યું હતું કે, નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા વર્ષ 2022-23ના આવકવેરા બજેટમાં વ્યક્તિગત આવકવેરા મુક્તિ મર્યાદા અને રાહતોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. ફક્ત કોર્પોરેટ અને સહકારી સંસ્થાના વેરાના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે ભાગીદારી પેઢી અને એલ એલ પી વેરાનો દર યથાવત રાખવામાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે બજેટમાં આવકવેરા રીટર્નમાં ભૂલ સુધારવા માટે 2 વર્ષની મુદત વધારવામાં આવી છે. ક્રિપટો કરન્સીની આવક અને નુકસાન બંને પર 52.30 % વેરો લગાડવામાં આવ્યો છે. અત્યાર સુધીના બજેટમાં નુકસાની પર વેરો લાદવામાં આવ્યો નથી. પગારદાર, મધ્યમ વર્ગ અને વેપારી આલમને કોઈ જ મહત્તમ લાભ આ બજેટથી દેખાતો નથી. ટૂંકમાં આને સુસ્ત અને આંશિક લાભવાળુ બજેટ કહી શકાય.

અમિત સોની (ટેક્ષ એડવોકેટ)
અમિત સોની (ટેક્ષ એડવોકેટ)

બજેટમાં નાણામંત્રીએ રીટર્ન રિવાઈઝ (અપડેટ) કરવાની સમયમર્યાદા આકારણી વર્ષ પછી બે વર્ષ કરી : રવિ શાહ (CA)

ટેક્ષ પ્રેક્ટીશનર્સ એસોશીએશનના પ્રમુખ અને સીએ રવિ શાહે બજેટ અંગે પોતાના અભિપ્રાયો આપતા જણાવ્યું હતું કે વર્તમાન બજેટમાં નાણામંત્રીએ રીટર્ન રિવાઈઝ (અપડેટ)ની કરવાની સમયમર્યાદા આકારણી વર્ષ પછી બે વર્ષની કરેલી છે. કો-ઓપ. સોસા. ઉપર લાગુ એ.એમ.ટી ના દર 18.50 ટકાથી 15.00 ટકા કર્યા છે, તથા સરચાર્જ ઘટાડ્યા છે. સ્ટાર્ટઅપ તથા નવા મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે ઓછા દરે ટેક્ષ ભરવા સમય મર્યાદામાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. વર્ચુઅલ કરન્સી ઉપર ફ્લેટ 30 ટકાનો ટેક્ષ તથા અન્ય કોઈપણ ખર્ચા બાદ ન મળે તેવી જોગવાઈ કરવામાં આવી છે.

રવિ શાહ (CA), ટેક્ષ પ્રેક્ટીશનર્સ એસોશીએશનના પ્રમુખ
રવિ શાહ (CA), ટેક્ષ પ્રેક્ટીશનર્સ એસોશીએશનના પ્રમુખ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે બજેટમાં સર્વે કે સર્ચના કિસ્સામાં છુપાવેલી આવક ઉપર જુના લોસ બાદ નહિ મળે તેવી જોગવાઈ કરવામાં આવી છે. જે કિસ્સાઓમાં વિવાદિત મુદ્દા એપેક્ષ કોર્ટમાં પેન્ડીંગ હોય તેવા મુદ્દા ઉપર ખાતા દ્વારા અપિલ કરવામાં આવશે નહિ તેવી જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં જી.એસ.ટીમાં કલમ 16(4)ની સમય મર્યાદા તથા જી.એસ.ટી રીટર્ન 1 તથા 3બી માં સુધારા કરવા સમય મર્યાદા પછીના વર્ષના નવેમ્બર મહિના સુધી લંબાવવામાં આવી છે. તેમજ ડિસ્ટીંગ પર્સનના કિસ્સામાં ઈ-કેશ લેજર ટ્રાન્સફર થઈ શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...