તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:છાંટીયાવાડ નજીક સામાન્ય મસ્તી-મજાકમાં ચપ્પાથી હુમલો

નડિયાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • નડિયાદ પોલીસે હુમલો કરનાર 5 સામે ફરિયાદ નોંધી

નડિયાદ છાંટીયાવાડ વિસ્તાર નજીક આવેલા નિઝામપુરામાં ચાર દિવસ પહેલા નવાબહુસેનને તેના જ ફળિયામાં રહેતા અમનખાન સાથે મસ્તી-મઝાકમાં બોલાચાલી બાદ ગાળાગાળી થઈ હતી. આજે નવાબહુસેન અને તેનો ભાઈ ફળિયા નજીકના એક કોમ્પલેક્ષમાં બેઠા હતા. આ સમયે અમાનખાનના પિતા રહેમતખાન પઠાણ તેમનો દિકરો જાબીરખાન પઠાણ ત્યાં આવ્યા હતા અને મારા દિકરાને ગાળો કેમ બોલે છે, તેમ કહી ગાળો બોલવા લાગ્યા હતા. જેથી નવાબહુસનના ભાઈ હાજીહસને રહેમતખાન પઠાણને જણાવ્યુ હતુ કે, અમે મસ્તી કરતા હતા.

આ વખતે જાબીરખાને ઉશ્કેરાઈને નવાબહુસેન પર ચપ્પાથી હુમલો કર્યો હતો. તેમજ છોડાવવા માટે હાજીહસન વચ્ચે પડતા તેને પણ ચપ્પુ માર્યુ હતુ. આ સમયે ઈમરાન મલેક અને યાહયાખાન પઠાણ રહેમતખાનનું ઉપરાણુ લઈ અને બંને ભાઈઓને માર માર્યો હતો. આ સમયે રહેમતખાનના પત્નિ નસીમબાનુ પણ આવ્યા હતા અને નવાબહુસેન અને તેના ભાઈ સાથે મારામારી કરતા હતા. જેથી બંને ભાઈઓએ બુમાબુમ કરતા તેમના પરિવારજનો આવી ગયા હતા અને તેમને છોડાવ્યા હતા.

ત્યારબાદ ફળિયાના લોકોએ બંને ભાઈઓને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ મુદ્દે સાહીલ અબ્દુલ રસીદ મલેકે નડિયાદ ટાઉન પોલીસ મથકે રહેમતખાન પઠાણ, જાબીરખાન પઠાણ, ઈમરાન મલેક, યાહયાખાન પઠાણ અને નસીમાબાનુ પઠાણ વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો