• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Changes In The Rules Of Post Matric And Merit Cum Means Scholarship Scheme, Students Who Get Less Than 50% Marks Will Also Get Scholarship

સરકારનો આવકારદાયક નિર્ણય:પોસ્ટ મેટ્રિક અને મેરીટ કમ મીન્સ શિષ્યવૃતિ યોજનાના નિયમમાં ફેરફાર, 50 ટકા કરતા ઓછા ગુણ મેળવનારા વિદ્યાર્થીને પણ શિષ્યવૃત્તિ મળશે

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડા અને આણંદ જિલ્લાના 50 ટકાથી ઓછા ટકા મેળવેલા વિદ્યાર્થીઓ શિષ્યવૃતિ મેળવવા હકદાર હોઈ 31 મી સુધી અરજી કરી શકશે

પોસ્ટ મેટ્રિક અને મેરીટ કમ મીન્સ શિષ્યવૃતિ યોજનામાં વિદ્યાર્થીએ 50 ટકા કરતા વધુ ગુણ મેળવ્યા હોય તેમને જ આ લાભ મળે તેવું નિયમ બનાવ્યો હતો. જોકે, સરકારે આ નિયમમાં ફેરફાર કરી 50 ટકા કરતા ઓછા ગુણ મેળવનારા વિદ્યાર્થીને પણ આ શિષ્યવૃત્તિ મળવાપાત્ર હોવાનું ઠરાવી દીધું છે. જેના કારણે સંખ્યાબંધ વિદ્યાર્થીઓને આનો લાભ આવનારા સમયમાં મળી રહેશે. તેમજ શિષ્યવૃત્તિ મેળવવા માટેની અરજીની મુદત પણ લંબાવી દેવાઈ છે. ગત વર્ષે પરીક્ષા પાસ કરેલા હોય અને 50 ટકાથી ઓછા ટકા મેળવેલા હોવા છતાં ખેડા આણંદ જિલ્લાના ફ્રેશ અને રીન્યુઅલ વિદ્યાર્થીઓ અરજી કરી શકશે એવો ઠરાવ કરાયો છે. જેથી 50 ટકા કરતા ઓછા ગુણ મેળવનારા વિદ્યાર્થીઓ પણ આ ઓનલાઇન અરજી કરી શકશે.

પોસ્ટ મેટ્રિક અને મેરીટ કમ મીન્સ શિષ્યવૃતિ યોજનાની ઓનલાઈન અરજીની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ ગત વર્ષ 50 ટકા કરતાં ઓછાં ટકા મેળવ્યા હોય તેઓને પણ શિષ્યવૃત્તિ આપવા નિર્ણય લેવામાં આવ્યો છે.

ધાર્મિક લઘુમતીના વિદ્યાર્થીઓ કે જેઓને આ યોજના હેઠળ અગાઉ શિષ્યવૃત્તિનો લાભ મેળવ્યો ન હોય તેવા નવા ફ્રેસ વિદ્યાર્થીઓ તેમજ રીન્યુઅલ વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ હોય અને વર્ષ 2021-22માં શિષ્યવૃતિ ફોર્મ ઓનલાઈન ભરી શક્યા ન હોય તેવા વિદ્યાર્થીઓએ 31 ડીસેમ્બર સુધી ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.

વધુમાં ગત વર્ષે પરીક્ષા પાસ કરેલા હોય અને 50 ટકાથી ઓછા ટકા મેળવેલા હોવા છતાં ખેડા આણંદ જિલ્લાના ફ્રેશ અને રીન્યુઅલ વિદ્યાર્થીઓ અરજી કરી શકશે એવો ઠરાવ કરાયો છે. જેથી 50 ટકા કરતા ઓછા ગુણ મેળવનારા વિદ્યાર્થીઓ પણ આ ઓનલાઇન અરજી કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...