કાર્યવાહી:નડિયાદના લેન્ડ ગ્રેબિંગ કેસમાં સંડોવાયેલા ચંદ્રકાન્તની ધરપકડ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મુખ્ય આરોપી પૂર્વ કાઉન્સિલર ભાનુ ભરવાડ પોલીસ પકડથી દૂર

છેલ્લા કેટલાંય સમયથી નડિયાદના ભૂમાફિયા ભાનુ ભરવાડ સામે થયેલો લેન્ડગ્રેબિંગ કેસ ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. હાલમાં જ બિલોદરાના ગ્રામજનોએ ભાનુ ભરવાડની ધરપકડ કરવા બાબતે આંદોલની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે ફરિયાદના અઢી મહિના બાદ નડિયાદ પોલીસે તેના સાંગરિત ચંદ્રકાન્ત શર્માની ધરપકડ કરી છે. બે મહિના અગાઉ બિલોદરા રોડ પર પાલિકાની જમીન પર મંજૂરી વિના દુકાન તાણી ભાડુ વસૂલતા પૂર્વ કાઉન્સિલર ભાનુ ભરવાડ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો કેસ નોંધાયો હતો.

જેમાં પાછળથી આરોપી ચંદ્રકાન્ત શર્માનું પણ નામ ઉમેરાયું હતું. ત્યારબાદ આ ઘટનામાં ફરિયાદી તરફથી ભાનુ ભરવાડને પકડવા માટે અનેક લેખિત તેમજ મૌખિક રજૂઆત કરાઈ હતી. પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી થતી ન હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો હતો.

સાથે જ ભાનુ ભરવાડની ધરપકડ માટે અરજદાર અને ગામના લોકોએ કલેક્ટર કચેરી બહાર ધરણાં પણ કર્યા હતા. જો કે, પોલીસની સમજાવટ બાદ ગામવાસીઓએ ધરણાં બંધ કર્યા હતા. ત્યારબાદ પોલીસે આ કેસમાં સંડોવાયેલા ચંદ્રકાન્ત શર્માની ધરપકડ કરીને તેને જેલભેગો કર્યો છે. જો કે, મુખ્ય આરોપી ભાનુ ભરવાડની ધરપકડ ક્યારે થશે? આ સવાલ હજુ પણ ઠેરને ઠેર જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...