તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:ચકલાસી પોલીસ ભાજપનો હાથો બની કોંગ્રેસના સભ્યોને હેરાન કરે છે

નડિયાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કણજરી નગરપાલિકામાં સત્તા પહેલા સાંઠગાંઠ સર્જાઇ
  • ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા રાજ્ય ચૂંટણી આયોગમાં રજૂઆત કરાતા ખળભળાટ : ભાજપે આક્ષેપને નકાર્યો

નડિયાદ નજીકના કણજરી નગરપાલિકાની 24 બેઠકની ચૂંટણીમાં ભાજપા અને કોંગ્રેસ પક્ષ વચ્ચે 12-12 બેઠક આવતાં ટાઇ પડી છે. હાલ તો કણજરી પાલિકામાં શાસન કોનું ? એવો સવામણનો સવાલ ખડો થયો છે. કારણ કે 15મી માર્ચના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી છે. પરંતુ તે પહેલા કોંગ્રેસ દ્વારા ચકલાસી પોલીસ ભાજપના ઇશારે તેમના સભ્યોને હેરાન કરવામાં આવતા હોવાની રજુઆત કરતાં રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

કણજરી પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી 15મી માર્ચના રજ યોજાનારી છે. પરંતુ પહેલા શાંત રાજકારણમાં જબરદસ્ત વમળો ઉભા થયા છે. કણજરીમાં ભાજપ અને કોંગ્રેસમાં 12 – 12 બેઠક આવતા ટાઇ પડી છે. આ સ્થિતિમાં બન્નેને બહુમતી માટે એકબીજાના સભ્યો તોડવા પડે તેવી સ્થિતિ છે. આ સ્થિતિમાં ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિએ રાજ્ય ચૂંટણી આયોગમાં રજુઆત કરતા જણાવ્યું હતું કે, કણજરી પાલિકામાં ચૂંટાયેલા કોંગ્રેસ પક્ષના સભ્યો તથા તેમના પરિવારજનોને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો તેમજ ચકલાસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીગર પટેલ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યાં છે. ભાજપમાં જોડાવા માટે તેમને ધાક – ધમકીઓ મળી રહે છે તેમજ દબાણ થઇ રહ્યું છે. આથી, 15મી માર્ચને સોમવાર સુધી અને તે બાદ અમારા પક્ષ કોઇ સભ્ય સાથે અણબનાવ ન બને તેની તકેદારી રાખવા અમારી માગણી છે.

પોલીસ ભાજપના કાર્યકર તરીકે કામ કરી રહી છે
કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે. પોલીસ બાજપના કાર્યકર તરીકે કામ કરી રહી છે. આ બધું ચૂંટણી પહેલાથી ચાલતું હતું. અમારા સભ્યોને ટાર્ગેટ કરવામાં આવે છે. અગાઉ પણ અમે અધિકારી તરીકે મર્યાદામાં રહેવા જણાવ્યું હતું.> રાજેશભાઈ ઝાલા, પ્રમુખ, જિલ્લા કોંગ્રેસ સમિતિ, ખેડા.

કોંગ્રેસના ઉમેદવારો અમને સામેથી ફોન કરે છે
કણજરી નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટાઇ પડી છે. જોકે, કોંગ્રેસના ચારથી પાંચ એવા સભ્યો છે, જેમણે વિકાસની રાજનીતિ સ્વીકારી છે અને અમને સામેથી ફોન કરી ભાજપમાં જોડાવવા જણાવે છે. જોકે, અમે હજુ આ બાબતે કોઇ નિર્ણય લીધો નથી. કોંગ્રેસના સભ્યોને હેરાન કરવાનો કોઇ વિષય જ નથી.> અર્જુનસિંહ ચૌહાણ, પ્રમુખ, જિલ્લા ભાજપ, ખેડા.

અન્ય સમાચારો પણ છે...