તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘાતટળી:નડિયાદમાં પાલિકા પાસે આવેલું મ્યુનિસિપલ શોપીંગ સેન્ટર જર્જરીત અવસ્થામાં, ત્રણ દુકાનની ગેલેરી ધરાશાયી થતાં અફડાતફડી

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નડિયાદમાં નગરપાલિકા પાસે આવેલ શોપીંગ સેન્ટરની ત્રણ દુકાનોનો ગેલેરીનો સ્લેબ ધરાશાયી થતાં અફડાતફડી સર્જાઇ છે. આજે વહેલી સવારે બનેલ ઘટનાથી આસપાસના દુકાનદારોમાં ભય ફેલાયો છે. જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. - Divya Bhaskar
નડિયાદમાં નગરપાલિકા પાસે આવેલ શોપીંગ સેન્ટરની ત્રણ દુકાનોનો ગેલેરીનો સ્લેબ ધરાશાયી થતાં અફડાતફડી સર્જાઇ છે. આજે વહેલી સવારે બનેલ ઘટનાથી આસપાસના દુકાનદારોમાં ભય ફેલાયો છે. જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી.
  • વહેલી સવારે બનેલ ઘટના જો દિવસે બની હોત તો નુકસાનની સાથે સાથે મોટી જાનહાનિ સર્જાત
  • શહેરમાં આવા મ્યુનિસિપાલિટીના અનેક શોપિંગ સેન્ટરો જર્જરીત હાલતમાં છે

નડિયાદ નગરપાલિકા પાછળ વર્ષો જુનું મ્યુનિસિપલ શોપીંગ સેન્ટરની ત્રણ દુકાનોની ગેલેરીનો ભાગ આજે ધરાશાયી થતાં અહીંયા અફડાતફડી સર્જાઇ છે. વહેલી સવારે બનેલી આ ઘટનામાં અહીંયા કોઈ હાજર નહોતું તેથી જાનહાનિ ટળી છે. પરંતુ જો આ ઘટના દિવસે બની હોત તો નુકસાનની સાથે સાથે મોટી જાનહાનિ સર્જાવાની શક્યતા રહેલી હતી. શહેરમાં મ્યુનિસિપાલટીના અનેક શોપિંગ સેન્ટરો, ખાનગી માલિકીના કોમ્પલેક્ષો સહિત નાના મોટા ઘરો જર્જરીત હાલતમાં છે. જે ગમે ત્યારે પડી શકે એમ છે.

નડિયાદ શહેરના નગરપાલિકાના કેમ્પસને અડીને આવેલ એલ આકારનું મ્યુનિસિપલ શોપીંગ સેન્ટર છેલ્લા કેટલાય સમયથી જર્જરીત અવસ્થામાં ઊભુ છે. વર્ષો જૂનુ આ શોપીંગ સેન્ટરના સ્લેબના સળીયા પણ દેખાવા લાગ્યા છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા આ દિશામાં કોઈ પગલા લેવાયા નહી. શનિવારની વહેલી સવારે આ શોપિંગ સેન્ટરના ટ્રાન્સપોર્ટ માર્કેટ તરફના રસ્તા તરફ આવેલ દુકાન નં. 29, 30 અને 31ની આગળની ગેલેરીનો ભાગ એકાએક ધરાશાયી થયો છે. આ કાટમાળ પડતાં નીચે એક હાથ લારી અને નજીક આવેલ એક લારીને નુકશાન થયું છે. વહેલી સવારે બનેલી આ ઘટના જો દિવસે કે સાંજે થઈ હોત તો અહીંયા મોટી જાનહાની સર્જાત કારણ કે અહીંયા ટ્રાન્સપોર્ટેશન સહિતનો વ્યવસાય થતો હોવાથી નાગરિકોની ભારે અવરજવર રહે છે.

આ એલ આકારના શોપીંગ સેન્ટરમાં લગભગ 40થી વધુ દુકાનો આવેલી છે. આ શોપીંગ સેન્ટર છેલ્લા કેટલાય સમયથી જર્જરીત હાલતમાં છે. ઠેકઠેકાણે સ્લેબના સળીયા દેખાવા લાગ્યા છે. અગાઉ પણ અહીંયા કાંસ પરનો સ્લેબ તૂટી પડ્યો હતો. જે સમયે તંત્ર એ ગંભીરતા સમજી તમામ દુકાન ધારકોને નોટીસ પણ આપી હતી. પરંતુ ત્યારબાદ આ કામગીરી પણ અભેરાઈ મુકી દેવાઇ હતી.

નડિયાદમાં અનેક નાના મોટા મ્યૂનીના અને ખાનગી કોમ્પલેક્ષોની ઈમારતો જર્જરીત હાલતમાં ઊભી છે. જે ગમે ત્યારે પડે અને મોટી જાનહાની સર્જી શકે તેમ છે. ચોમાસાની ઋતુમાં આ જર્જરીત ઈમારતો મોટી જાનહાની નોતરે તેમ છે. તંત્ર દ્વારા આવી ઈમારતોનું તાત્કાલિક ધોરણે રીનોવેશન થાય અથવા તો સમય મર્યાદા પૂર્ણ થયેલ ઈમારતોને ઉતારી નવેસરથી પાયા નાખી બનાવવામાં આવે તથા ખાનગી માલિકીના લોકોને નોટિસ ફટકારી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પ્રબળ બની છે. સ્ટેશન રોડ પરનું સરદાર ભુવન શોપિંગ સેન્ટર સહિત અનેક નાના મોટા ખાનગી કોમ્પલેક્ષો જર્જરીત હાલતમાં આજે પણ જોવા મળી રહ્યા છે. અત્રેઉલ્લેખનીય છે કે 10 વર્ષ પહેલાં જ નવા બસ સ્ટેન્ડ પાસે કાંસ પર બાંધવામાં આવેલ વર્ષો જૂનુ મ્યુનિસિપાલટીનું જર્જરીત શોપીંગ સેન્ટર ધરાશાયી થઈ ગયું હતું. આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તેમ નગરજનો ઇચ્છિ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...