તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધાનો અભાવ:લો બોલો કઠલાલના પોરડા-ભાટેરામાં છેલ્લા કેટલાય વર્ષોથી આરોગ્ય કેન્દ્ર ખુબજ જર્જરીત અવસ્થામાં

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતની ઓફીસમાં કેન્દ્ર ચાલુ રાખવા ગ્રામજનો મજબુર

રાજ્ય સરકારની મોટી મોટી જાહેરાતો અને યોજનાઓ વચ્ચે આજે પણ કેટલાક ગામોને પોતાના ગ્રામ્ય તળના પ્રશ્નો સામે ઝઝુમવું પડે છે. આવી યોજનાઓ કે ગ્રાન્ટોનો લાભ નહીં મળતા ગ્રામજનોને આવા કપરા કાળમાં સોસવાનો વારો આવ્યો છે. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના પોરડા ભાટેરા ગામે છેલ્લા કેટલાક વર્ષોથી આરોગ્ય કેન્દ્ર ખુબજ જર્જરીત અવસ્થામાં છે. જેને રીપેરીંગ માટે અનેક વાર રજૂઆત કરાઇ પરંતુ આજ દિન સુધી આ કેન્દ્રનું સમારકામ થયું નહી. જેથી હાલ પંચાયતની ઓફીસમાં કેન્દ્રને ચાલુ રાખવાની ફરજ પડી છે.

કઠલાલ તાલુકાના પોરડા ભાટેરા ગામની અંદાજીત વસ્તી આશરે 5 હજારની છે. અહીંયા કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ છે. જેમાં લગભગ 40થી 45 લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. જ્યારે 7 થી 8 વ્યક્તિઓનું મૃત્યુ થયું છે. સમગ્ર ગામમાં સેનેટાઇઝ સહિત સ્વચ્છતા જાળવવામાં આવે છે. હાલ છેલ્લા એક સપ્તાહથી અનિશ્ચિત મુદત સુધીનું સ્વૈચ્છિક લોકડાઉન ગામમાં આપવામાં આવ્યું છે. આ સંદર્ભે સરપંચ રાજુભાઈના જણાવ્યા મુજબ ગામમાં વેક્સીનેશનની કામગીરી પુર જોશમાં ચાલુ છે. લોકોને જાગૃત કરી રસી મુકાવવા ખડે પગે સેવા કરવામાં આવી રહી છે.

વધુમાં સાસંદ તથા જિલ્લા ભાજપની ટીમ અમારી સેવામાં રહે છે. સતત ટેલીફોન દ્વારા માર્ગદર્શન આપી ખૂટતું કરી આપે છે. તો સરપંચે આક્રોશ સાથે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા જે આરોગ્ય કેન્દ્ર હતું તે ખુબજ જર્જરીત હાલતમાં છે, બેસી શકાય તેવું પણ નથી તેથી આવા કપરા કાળમાં અમારે પંચાયતની ઓફીસમાં આ કેન્દ્રને ચલાવવું પડી રહ્યું છે. આ સંદર્ભે અગાઉ જિલ્લા આરોગ્ય કચેરી સહિત ઉચ્ચ અધિકારીઓને આ સંદર્ભે લેખીતમાં ત્રણથી ચાર વખત રજૂઆતો કરી છે પરંતુ પરીણામ આજ દિન સુધી શુન્ય છે. જો અહીંયા આરોગ્ય કેન્દ્રના ઈમારતનું રીનોવેશન થાય તો પોરડા ભાટેરા સહિત આસપાસના 10 થી 15 હજાર લોકોને તેની સુવિધાનો લાભ મળે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...