• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Congress Legal Cell Demands Action Against Those Who Disrupt Communal Unity By Going To The Daily Dargah At Sojali In Mahemdavad

રજૂઆત:મહેમદાવાદના સોજાલી ખાતેની રોજા-રોજીની દરગાહ ઉપર જઈ કોમી એકતાને અખંડિત કરનાર સામે પગલાં ભરવા કોંગ્રેસ લીગલ સેલની માંગ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા સમાહર્તાને લેખિતમાં રજૂઆત કરાઈ

ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના લીગલ સેલ દ્વારા જિલ્લા કલેકટરને લેખીતમાં રજૂઆત કરાઈ છે કે ખેડા જિલ્લામાં અમુક તત્વો દ્વારા શાંતિ ડહોળવાના પ્રયાસો થઈ રહ્યા છે. હિન્દુ-મુસ્લીમો વચ્ચે વય મનસ્ય ફેલાવી પલીતો ચાંપવાનો પ્રયાસ કરનારને રોકવા માંગ કરી છે.

ખેડા જિલ્લા લીગલ સેલના પ્રમુખ જયેશ તલાટીએ જિલ્લા કલેકટરને લેખીતમાં કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, છેલ્લા ઘણાં સમયથી દેશમાં ભાજપ દ્વારા ચાલી રહેલી કોમી અશાંતિ ફેલાવાની ચળવળને વેગ આપવામાં આવ્યો છે. જેના ભાગરૂપે મહેમદાવાદ શહેર ખાતેના કેટલાક અસામાજીક તત્વો દ્વારા સોજાલી સ્થિત 'રોજા-રોજી'ની દરગાહ ઉપર બિભત્સ નાચ કરી હિન્દુ-મુસ્લીમ એકતાને જોખમમાં મૂકવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

આવતા વર્ષે ચૂંટણી આવી રહી છે. ત્યારે આવી ઘટનાને અંજામ આપી નિર્દોષોના મોત માટે આવા બનાવોનું સર્જન કરી ટાંપીને બેઠેલા આંતકવાદી તત્વોને વહીવટીતંત્ર ઓળખે તે જરૂરી છે. આવા તમામ તત્વોની ઓળખ કરી તાત્કાલીક કાયદાનુસાર કામ ચલાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

વાયરલ થયેલા વીડીયોમાં દર્શાવ્યા મુજબ આવા કોમવાદી તત્વો દ્વારા નાના બાળકોનો ઉપયોગ કરવામાં આવેલો છે. આવી ઉશ્કેરણી વ્યાજબી નથી,અને કોઈનું શાસન અનંતકાળ સુધી રહેવાનું નથી તે કુદરતી નિયમ જાણીને પણ જો આવા તત્વોને તેમના પક્ષ ધ્વારા છૂટો દોર આપવામાં આવતો હોય તો વહીવટી તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...