આગામી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઇને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સોમવારે જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી માતર મુકામે યોજાશે તેવો નિર્ણય લેવાયો હતો. પરંતુ બીજા દિવસે રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના વડા મથક ખાતે જ આ પર્વની ઉજવણી કરવા આદેશ જારી કરાતાં રાતોરાત સ્થળ બદલવાની નોબત ઉભી થઈ હતી.
ખેડા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માતર એન.સી પરીખ હાઇસ્કૂલમાં યોજવાને લઇને સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. સ્કૂલમાં મંડપ, સ્ટેજનું બાંધકામ પણ શરૂ કરી દેવાયું હતું. પરંતુ મંગળવારે રાજય સરકારમાંથી જિલ્લાના વડા મથકે યોજવા અંગેની સુચના અપાતાં હવે માતરના બદલે નડિયાદ SRP ગ્રાઉન્ડમાં ખાતે આ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ યોજાનાર છે. જિલ્લાકક્ષાની ઉજવણી નડિયાદ ખાતે યોજાશે તેવી જાણકારી મળતાં માતરમાં એન.સી પરીખના પટાંગણમાં બાંધેલ મંડપ છોડવા પડ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.