તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Celebrations Are Planned In Shiva Temples On The Fifth And Last Monday Of Shravan Month, Also Preparations For Ganesh Utsav Celebrations

ઉજવણી:શ્રાવણ માસના આજના પાંચમાં અને અંતિમ સોમવારની શિવ મંદિરોમાં ઉજવણીનું આયોજન, ગણેશ ઉત્સવની ઉજવણીની પણ તૈયારી

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

આવતીકાલે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે, જેની ઉજવણી કરવા માટે ભક્તો ઉત્સુક બન્યા છે. ખાસ કરીને નડિયાદ શહેરમાં શિવ ભક્તો દ્વારા અંતિમ સોમવારે વિશેષ આયોજન કરવામાં આવ્યા છે. શહેરના તમામ શિવાલયોમાં સોમવારના દિવસે લઘુરુદ્ર યક્ષ નું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત તમામ શિવાલયોમાં શિવજીને 56 ભોગ ધરાવવામાં આવશે. ઘણા શિવાલયોમાં ઘીની મુર્તીઓ, બરફના કેદારનાથ બનાવવામાં આવે છે. જેના દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.

સિધ્ધનાથ મહાદેવ
નડિયાદના ગણેશ મહોલ્લામાં મંદિર આવેલું છે. 1200 વર્ષ જૂના આ મંદિરમાં શ્રાવણ માસને વિદાય આપવા માટે વિશેષ તૈયારીઓ કરાઈ છે. ભક્તો દ્વારા 30 કિલો ઘીનો ઉપયોગ કરી શંકર, પાર્વતી અને પુત્ર ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવશે. ઉપરાંત 130 બરફની પાટનો ઉપયોગ કરી અમરનાથનું સ્વરૂપ બનાવવામાં આવનાર છે.

મોટા મહાદેવ
આ મંદિર નડિયાદ શહેરનું અતિ પ્રાચીન મંદિર છે. સમગ્ર શ્રાવણ દરમિયાન ધામધૂમપૂર્વક અહીં જુદા જુદા કાર્યક્રમો યોજાયા. શ્રાવણના અંતિમ સોમવારે જુદી જુદી 250 પ્રકારની ચીજવસ્તુઓનો અન્નકૂટ અને 56 ભોગ શિવજીને ધરાવવામાં આવશે. જેમાં ફરસાણ, મીઠાઈ, લાડુ, ઠંડા પીણા સહીતની જુદા જુદા પ્રકારની ચીજવસ્તુઓ ધરાવાશે.

શિવપુત્ર ગણેશના આગમનની છડી
બીજી તરફ આગામી 10 સપ્ટેમ્બરથી ગણપતિ મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. ત્યારે પિતા શિવજીની વિદાય સાથે પુત્ર ગણપતિજીના આગમન માટે પણ ભક્તો તૈયારીમાં જોતરાઈ ગયા છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં પંડાલ બંધાવાના શરૂ થઈ ગયા છે. અને ગણપતિની મૂર્તિ માટે ઓર્ડર પણ અપાઈ ગયા છે. આ વર્ષે ગણપતિ મહોત્સવ દરમ્યાન સરકાર દ્વારા જાહેર કરાયેલ સુચના મુજબ 4 ફૂટથી મોટી મૂર્તિઓને મંજૂરી નથી, જેથી દર વર્ષે જોવા મળતી 10 ફુટ કે તેથી મોટી મૂર્તિના આ વર્ષે દર્શન થઈ શકશે નહી.

શુભ યુવક મંડળ
શહેરના વાણીયા વડ વિસ્તારમાં શુભ યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવ ઉજવાય છે. હાલ મંડળ દ્વારા તૈયારીના ભાગરૂપે પંડાલ બાંધવામાં આવી રહ્યો છે. આ વર્ષે સરકારની ગાઈડલાઈન મુજબ 4 ફુટની ગણેશજીની પ્રતિમા તૈયાર કરાઈ છે. બાજટ પર શ્રીનાથજી ભગવાનના સ્વરૂપમાં મૂર્તિ તૈયાર કરાઈ છે. જેને રંગબેરંગી વાઘાથી સજ્જ કરાશે.

માઈ મંદિરના ગણેશ
કોરોનાકાળમાં ગણેશ મહોત્સવની ઉજવણી નહી થતા આ વર્ષે માઈ મંદિર દ્વારા ધૂમધામપૂર્વક ગણેશ મહોત્સવની તૈયારીઓ આરંભાઈ છે.મંદિર બહાર કલાત્મક પંડાલ તૈયાર થઈ ગયો છે. જ્યાં થર્મોકોલનું મંદિર બનાવી, તેમાં માટીના ઈકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...