ઉજવણી:નડિયાદના કેથલિક કબ્રસ્તાન "અંતિમ વિસામો" ખાતે શ્રદ્ધાળુઓના તહેવારની ભવ્ય ઉજવણી કરાઈ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદના ધર્મ પ્રાંતના ધર્માધ્યક્ષ રત્ના સ્વામીના હસ્તે પરમ પૂજા અર્પણ કરાઈ
  • આશરે 200 કિલો ફૂલ સદ્દગત સ્વજનોની કબર ઉપર મુકવા માટે વિનામૂલ્યે આપવામાં આવ્યાં

નડિયાદ સ્થિત કેથલિક કબ્રસ્તાન "અંતિમ વિસામો" ખાતે કેથોલિક શ્રદ્ધાળુઓના મૂયેલાઓના તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ ધર્મ પ્રાંતના ધર્માધ્યક્ષ રત્ના સ્વામીના હસ્તે પરમ પૂજા અર્પણ કરવામાં આવી હતી.

કબ્રસ્તાનના ગેટ પાસેથી સરઘસ સ્વરૂપે શરૂ થયેલી પ્રાર્થનામય ઉજવણી, પરમ પૂજા, સદગતની કબરોના આશીર્વાદ, કબ્રસ્તાનના પ્રભુ મંદિરનામાંની નવી વેદીનું લોકાર્પણ, વાર્ષિક ચતુર્થ અંકનું વિમોચન અને ઉપસ્થિત પુરોહિતોના સન્માન સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. ધર્માધ્યક્ષશ્રી રત્ના સ્વામીએ તેમના સંદેશમાં શ્રદ્ધાળુઓને મૃત્યુની અનિવાર્યતા સમજાવી હતી. દુન્યવી જીવનમાં ઈસુના પગલે ચાલીને અનંત જીવનના સહભાગી બનવા અદનામાં અદના માનવી સાથે પ્રેમપૂર્વક વર્તવા, મદદરૂપ થવા અને માનવસેવા કરવાની હાકલ કરી હતી.

સેન્ટ એન ફેમિલી (SAF) દ્વારા તમામ માટે આશરે 200 કિલો જેટલા ફૂલ સદ્દગત સ્વજનોની કબર ઉપર મુકવા માટે વિનામૂલ્યે આપવામાં આવ્યાં હતા. શ્રદ્ધાળુઓની ભાગીદારીએ પર્વને અતિભવ્ય અને પ્રાર્થનામય બનાવ્યું હતું.

ફાધર ટોનીએ જણાવ્યું હતું કે, સ્વચ્છ, સુઘડ અને પર્યાવરણની સાચવણી સાથેનું કબ્રસ્તાન એટલે નડિયાદનું "અંતિમ વિસામો" છે, તેના સંચાલક કાંતિભાઈ અને ટીમ અભિનંદનને પાત્ર છે.

આ સમગ્ર કાર્યક્રમ માટે જહેમત ઉઠાવનારા કાંતિભાઈ, અનિલ રોન્ઝા, સુરેશભાઈ, આલ્ફોન્સભાઈ અને કબ્રસ્તાન કમિટી અને રેવ. ફાધર રમેશ મેકવાન, રેવ. ફા. ટોની અને રેવ. ફા. જોસ્ટન અને મદદરૂપ થનારા અન્ય પુરોહિતો અને સાધ્વી બહેનોનો કબ્રસ્તાન સમિતિએ આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...