તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરંપરા:ડાકોરમાં વર્ષમાં એકવાર આવતી ઠાકુરાની ત્રીજની પારંપરિક ઉજવણી કરાઈ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઠાકોરજીને અલૌકિક શણગાર રચી આ ત્રીજની ઉજવણી કરાઈ

યાત્રાધામ ડાકોરમાં શ્રાવણ સુદ ત્રીજ એટલે ઠાકુરાની ત્રીજની હર્ષોલ્લાસ પૂર્વક પારંપરિક રીત સાથે ઉજવણી કરાઈ છે. આજે ઠાકોરજીના અનોખા સાજ શણગાર રચવામાં આવ્યા છે. ભાવિક ભક્તોએ દર્શનનો લાભ મેળવી ધન્યતા અનુભવી છે.

ખેડા જિલ્લાના ડાકોરમાં શ્રાવણ સુદ ત્રીજ એટલે ઠાકુરાની ત્રીજની બુધવારે ઉજવણી કરાઈ છે. રાજાધિરાજને લાલ ચૂંદડીના સાજ વસ્ત્રો, કામની ધરાવવામાં આવ્યા. પ્રભુને મસ્તકે તિલકના બદલે બિંદી, કર્ણમાં કુંડળના બદલે લોલક બિંદી, લડ વાળી નથણી, ઝાંઝર , બિછીયા વગેરે જેવા આભૂષણોથી સ્વામિનીજીના શૃંગાર કરાયા છે. મસ્તકે કુલેહ પર મુકુટ પાન અને ઓઢણી તેમજ ચોટી અને શૃંગાર આરતી પહેલા ઉત્સવનો ચાંલ્લો રચવામાં આવ્યા છે.

વર્ષમાં બે વખત આવા શણગાર રચવામાં આવે છે. એક શ્રાવણ સુદ ત્રીજના દિવસે ઠાકુરાની ત્રીજના દિવસે અને ભાદરવા સુદ આઠમના દિવસે રાધા સ્વરૂપેના શણગાર રચવામાં આવે છે. માન્યતા મુજબ રાજા રણછોડ કૃષ્ણ રૂપે હતા ત્યારે તેમની પ્રિય પત્નીને વચન આપ્યુ હતું તેથી વર્ષમાં આઠમના દિવસ ભગવાન રણછોડજી રાધા બને છે આ તેમના અલૌકિક દર્શન રાધાના સ્વરૂપે થાય છે.

ડાકોરનાં ઠાકોર રણછોડરાયજી ભગવાન ઠાકુરાની ઉત્સવ તિલક દર્શન અને શણગાર આરતી દર્શન કરી હજારો ભકતો આજે કૃતાર્થ થયા છે. મહીલા ભક્તજનો લાલાને માથે મૂકી તેમનું લાલન પાલન કરાવે છે. સાથે સાથે ભાવ રૂપે વાજિંત્રો વગાડી આ પર્વ આનંદ પૂર્વક ઉજવવામાં આવે છે.

આ સાથે શ્રાવણ માસમાં રણછોડજી મંદિરમાં હિંડોળા મહોત્સવમાં ભગવાનને જુલાવવામાં આવી રહ્યા છે. જન્માષ્ટમી તેમજ પારણાં અને ગોપીઓની નોમ જેવા અનેરા ઉત્સવ ઉજવવામાં આવે છે. ભાવિક ભકતો આ ઉત્સવો મનાવી આનંદ વિભોર બની જાય છે.

અન્ય સમાચારો પણ છે...