તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ:ખેડા જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે ધૂળેટી પર્વની ઉજવણી, તમામ મંદિરોમાં ઉજવાતો ફુલડોલ ઉત્સવ મોકૂફ રખાયો

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
કોરોનાના કહેર વચ્ચે ધૂળેટી પર્વની ઉજવણી - Divya Bhaskar
કોરોનાના કહેર વચ્ચે ધૂળેટી પર્વની ઉજવણી
 • તંત્રની મનાઈ છતાં ધૂળેટીની ઠેરઠેર ઉજવણી
 • વડતાલ, ગળતેશ્વર, ફાગવેલ વિવિધ જગ્યાએ ભક્તોની ભીડ ઉમટી

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં એક બાજુ કોરોનાનો વ્યાપક ભરડો છે. ત્યારે બીજી તરફ હોળી બાદનો તહેવાર ધૂળેટી પર્વની ઉજવણી થઈ રહી છે. સમગ્ર ખેડા જિલ્લામાં નાના મોટા ગામો સહિત શહેરી વિસ્તારોમાં આ પર્વ ઉજવાઈ રહ્યો છે.સમગ્ર જિલ્લામાં કોરોનાના કેસો રેકોર્ડ બ્રેક નોંધાતા જાય છે. તે સ્થિતિ વચ્ચે આજે ધૂળેટી પર્વની ઉજવણી ઠેકઠેકાણે થઈ રહી છે. ગામ હોય કે શહેર તમામ વિસ્તારોમાં ધૂળેટી પર્વ ઉજવાઈ રહ્યો છે. જેમાં નાના મોટા વૃદ્ધ તમામ લોકો એક મેકને કલરથી રંગી આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. જોકે, એજ્યુકેટેડ વર્ગમાં કોરોનાની સંભાનતા હોવાને કારણે આ વર્ગના લોકો ધૂળેટી પર્વમાં સહભાગી નહોતાં થયા. તો કેટલાક વાલીઓએ પોતાના સંતાનને આ તહેવારથી દુર રાખવા મોબાઇલ, ટીવી, ગેમની લાલચ આપી ફોસલાવ્યા છે.

ધૂળેટી રમી રહેલા બાળકો
ધૂળેટી રમી રહેલા બાળકો

એક બાજુ કોરોના સંક્ર્મણ વધ્યું છે જેના કારણે તંત્રએ જાહેરમાં ધૂળેટી રમવા પર પ્રતિબંધ મૂક્યો છે. તો ફળીયા, મહોલ્લા, ગલી નાકા પર આ તહેવારની ઉજવણી થઈ રહેલી જોવા મળી છે. જ્યારે જિલ્લાના તમામ મંદિરોમાં ઉજવાતો ફુલડોલ ઉત્સવ, રંગોત્સવ સહિતના ધાર્મિક કાર્યક્રમો આ વખતે મોકૂફ રાખવામાં આવ્યા છે. સાથે સાથે ધૂળેટી પર્વની જાહેર રજા હોવાને કારણે જિલ્લાના વડતાલ, ગળતેશ્વર, ફાગવેલ વિવિધ જગ્યાએ ભક્તોની ભીડ ઉમટી પડી છે.

ડાકોર મંદિર ભક્તો વિના સૂમસામ
ડાકોર મંદિર ભક્તો વિના સૂમસામ

ડાકોરમાં ફુલડોલઉત્સવ નહી થતાં કેસૂડા અને અબીલ ગુલાલના રંગ ફીક્કા પડ્યાં પવિત્ર યાત્રાધામ ડાકોર મંદિરના દ્વાર ભક્તો માટે બંધ છે. ત્યારે ભક્તોની ભીડ વચ્ચે હંમેશા ગૂજતું ડાકોર ધામ આજે સુમસામ ભાસ્યું છે. ફાગણી પૂનમના બીજા દિવસે ધૂળેટીના દિવસે ફુલડોલત્સવમાં લાખોની સંખ્યામાં અહીંયા શ્રધ્ધાળુઓ ભાગ લે છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે મંદિર પરિસર સુનુ ઝંખે છે. ઇતિહાસમાં પહેલી વખત આ કેસૂડાનો ફુલડોત્સવ બંધ રહેવા પામ્યો છે. જેના કારણે કેસૂડા અને અબીલ ગુલાલના છોડોના રંગ ફીક્કા પડી ગયા છે. આજે સમગ્ર દિવસ દરમિયાન કોઈ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા નહોતા. સાથે સાથે સેવકો દ્વારા નિત્યક્રમ મુજબ રાજાધીરાજની પૂજા પાઠ કરવામાં આવી રહી છે.

વડતાલ ખાતે પણ દર વર્ષે રંગેચંગે રંગોત્સવ ઉજવાતો હોય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાનું સંક્રમણને જોતાં મંદિર પ્રશાસને સ્વેચ્છાએ આ રંગોત્સવની ઉજવણી મોકૂફ રાખી છે. જોકે, દર્શન ખુલ્લા રાખવામાં આવતા આ દિવસે હજારો હરીભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

નડિયાદમાં આવેલા મોટાનારયણ દેવ મંદિર ખાતે પણ ખુબજ સાદગીથી ધૂળેટી પર્વની ઉજવણી થઈ છે. અહીંયા દર વર્ષે ભજનની ધૂન સાથે આ પર્વની ઉજવણી થાય છે. મધરાતે સમગ્ર મંદિર પરિસર જય રણછોડના ગૂંજ સાથે ગૂંજી ઉઠતું હોય છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતા આ તમામ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન આ સાલ બંધ રહ્યું છે. આ વખતે ધૂળેટીના દિવસે સવારે નીજ મંદિરમાં મંગળા આરતી ત્યાર બાદ શણગાર આરતી અને ત્યારબાદ રાજ ભોગ ધરાવવામાં આવ્યો છે. તે બાદ થતાં રંગોત્સવની ઉજવણી આ વર્ષે રદ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો