આવતીકાલે ગુડ ફ્રાઈડે:નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં પવિત્ર ગુરૂવારની ઉજવણી, આજના દિવસે પ્રભુ ઈસુએ એમના શિષ્યો સાથે છેલ્લું ભોજન લીધું હતું

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવતીકાલે ગુડફ્રાઈડે પર્વ મનાવાશે, દેવળોમાં ખાસ ભજનોની રમઝટ તથા ક્રૂસના માર્ગની ભક્તિ યોજાશે

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આજે પવિત્ર ગુરૂવારની ઉજવણી કરાઈ છે.‌ ખ્રિસ્તી બંધુઓએ આજે ગુડ ફ્રાઇડેના આગળના દિવસે પવિત્ર ગુરૂવારની ઉજવણી કરી છે.

આવતીકાલે શુક્રવારે નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ગુડફ્રાઈડેનો પર્વમાં મનાવવામાં આવશે. ત્યારે તેના આગળના દિવસને પવિત્ર ગુરૂવાર તરીકે મનાવવામાં આવે છે. આ ગુરૂવારના દિવસે ખ્રિસ યજ્ઞ કરવામાં આવે છે. જેમાં પ્રભુ ઈસુએ તેમના શિષ્યો સાથે છેલ્લું ભોજન લીધું હતું અને તેમના પગને ધોવામાં આવ્યા હતા. જે પવિત્ર દિવસની દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે.

કહેવાય છે કે પ્રભુ ઈસુ પોતે ઇશ્વરપુત્ર હોવા છતાં સામાન્ય માણસની જેમ પોતાના શિષ્યોના પગ ધોઇને ઇસુએ માનવ-માનવ વચ્ચેની સઘળી ભેદ રેખાઓને એક ઝાટકે ભૂંસી નાખીને નમ્રતાની મિસાલ કાયમ કરી હતી. આયખાનું છેલ્લું ભોજન શિષ્યો સાથે લઇને સમૂહ જીવનને સદ્ધર કર્યું અને ભોજનમાં પોતાની જાત હોમી દઇને સમર્પણની ભાવનાને સાતમે આસમાને પહોંચાડી હતી.ગુડ ફ્રાઈડે પહેલા આવતા પવિત્ર ગુરુવારની સંધ્યા ટાણે પ્રભુ ઈસુ બે વિધિઓ એક પગ ધોવાની વિધિ અને પરમપ્રસાદની સ્થાપના દ્વારા, જગત ઉપર અને માનવબંધુ ઉપરનો પોતાનો પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચાડે છે. આ પૂણ્ય ગુરુવારનુ પર્વ એ સમસ્ત વિશ્વના પુરોહિતો માટે પણ "પુરોહિત પદની સ્થપના" નું પર્વ તરીકે મનાવવામાં આવે છે.પોતે પરમેશ્વરના પુત્ર અને પ્રભુ હોવા છતાં પોતાના શિષ્યોના પાણીથી પગ ધોવે છે.

આજના આ પાવન દિવસે સમગ્ર વિશ્વના દેવળોમાં પુરોહિતો ધર્મજનોના પગ ધોવાની વિધિ દ્વારા ઈસુની નમ્રતાનો દાખલો આપે છે. નડિયાદમાં આવેલ દેવળમાં પણ આ પવિત્ર દિવસની ઉજવણી કરવામાં આવી છે. નડિયાદ સેન્ટ મેરીસ ચર્ચમાં આ પવિત્ર ગુરુવારની વિશિષ્ટ ઉજવણી કરાઈ છે. જેમાં ફાધર રમેશ, ફાધર આર એસ કુમાર, ફાધર વિલ્સેન્ટ, ફાધર સીજોન અને ફાધર ફ્રાન્સિસ તથા ખ્રિસ્તી સમુદાયના લોકો હાજર રહ્યા હતા.

આવતીકાલે ગુડફ્રાઈડેની નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં મનાવવામાં આવશે. કોરોનાના બે વર્ષ બાદ આ પવિત્ર દિવસ નિમિત્તે લોકો એકઠા થશે. જેમાં દેવળોમાં ખાસ ભજનોની રમઝટ તથા ક્રૂસના માર્ગની ભક્તિ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...