તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આનંદો:યાત્રાધામ ડાકોરમાં કોવિડ ગાઈડલાઈન્સના પાલન સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી થશે, ભક્તોમાં ખુશીનો માહોલ છવાયો

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • 200-200 દર્શનાર્થીઓના સ્લોટમાં ભક્તોને મંદિરમાં પ્રવેશ અપાશે
  • ભક્તો મંદિરની આરતીમાં હાજર નહીં રહી શકે

પવિત્ર યાત્રાધામ ડાકોરમાં અષાઢી બીજની રથયાત્રા, હિંડોળા ઉત્સવ અને હવે જન્માષ્ટમી પર્વની પણ કોવિડ ગાઈડલાઈન્સ સાથે ઉજવણી કરવાનો નિર્ણય કરાયો છે. ગયા વર્ષે કોરોનાના કારણે ભક્તો માટે મંદિર બંધ હોય ભક્તો કૃષ્ણ જન્મોત્સવ સમયે હાજર રહી શક્યા ન હતા. આ વર્ષે મંદિરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવાનો નિર્ણય કરાતા ભક્તોમાં ખુશીનો માહોલ છવાયો છે.

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં પરંપરાગત રીતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. જીલ્લા વહીવટી તંત્ર એ આ અંગે મંજૂરી આપતાં જન્માષ્ટમી પર્વની રંગેચંગે ઉજવણી થનાર છે. પરંતુ તેમાં સરકારની જે કોવિડ અંગેની ગાઇડ લાઇન છે તેનું ચૂસ્ત પણે પાલન કરવાનું રહેશે. ઉપરાંત દરેક આરતીમાં ભક્તોને પ્રવેશ નહી મળી શકે. સાથે સાથે 200ના સ્લોટમાં જ ભક્તોને પ્રવેશ આપવામાં આવશે.

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

ડાકોર મંદિર દ્વારા પર્વ નિમિત્તે જે આયોજન કરવામાં આવ્યું છે. તેમાં સવારે 6:30 વાગ્યે નીજ મંદિર ખુલશે આ બાદ 6:45 મીનીટે મંગળા આરતી થશે. ત્યારબાદ રાજભોગ અને 12:30 વાગ્યે ઠાકોરજી પોઢી જશે. જે પછી સીધુ સાંજે પોણા પાંચ વાગ્યે દર્શન ખુલશે. આ બાદ 5 વાગ્યે ઉત્થાપન આરતી થઈ શયનભોગ અને સુખડી ભોગ થશે. આ બાદ રાત્રે 12 કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. સેવા થઈ મોટોમુગટ ધરી પારણે બેસાડી આરતી કરવામાં આવશે. વહેલી સવારે 4થી 5 વાગ્યાની આસપાસ મહાભોગ આરોગી ઠાકોરજી પોઢી જશે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભજન મંડળીઓ દ્વારા ભજનની રમઝટ જામશે. અને વાતાવરણ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ના નાદ સાથે ગૂંજી ઉઠશે.

અન્ય સમાચારો પણ છે...