તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટ કસ્ટડી:ખેડાના સેવાલીયામાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે પકડાયેલા ઇન્દોરના આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટ કસ્ટડીમાં ધકેલાયો

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે આરોપીના મોબાઇલની કોલ ડિટેઇલ કરાવવાની કામગીરી હાથ ધરી

ખેડા જિલ્લાના સેવાલિયા પોલીસે ચેકપોસ્ટ પર ચેકીગ દરમિયાન એક ઈસમને દેશી બનાવટની પિસ્તોલ સાથે પકડી પાડી તપાસ હાથ ધરી હતી. આ ઈસમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા ત્રણ દિવસના રિમાન્ડ મળ્યા હતા. આ રિમાન્ડ દરમિયાન ઇન્દોરના એક વ્યક્તિનું નામ ખૂલ્યું છે. પોલીસ તેની તપાસમાં લાગી છે. જોકે, આરોપી આ બાબતે સાચું બોલે છે ખોટું તેની વિગત પણ પોલીસ મેળવી રહી છે. હાલમાં આરોપી પાસેથી મળેલા મોબાઈલના આધારે કોલડીટેલ કઢાવીને તેના મૂળ સુધી જવા પોલીસ કામે લાગી છે.

સેવાલિયા પોલીસ મથકના પી.એસ.આઇ એ.બી. મહેરીયા અને તેમની ટીમે બાતમી આધારે ચેકપોસ્ટ પરથી એક લક્ઝરી બસમાં મુસાફરી કરતા સલીમુદ્દીન નસરુદ્દીન શાહ (ઉ.વ 40 રહે .761 , સાંવૈર, ઉજજેન ઇન્દોર હાઇવે રોડ તા. સાંવેર જિ.ઇન્દોર, મધ્યપ્રદેશ)પાસે થી ભારતીય બનાવટની કાળા કલરની દેશી પિસ્ટલ મળી આવી હતી. જેની કિંમત રૂપિયા 4 હજાર તથા જીવતાં કારતુસ નંગ બે કિંમત રૂપિયા 800 તથા અંગઝડતીમાંથી એક મોબાઇલ ફોન કિંમત રૂપિયા 5 હજાર તથા રોક રૂપિયા 1 હજાર 510 મળી કુલ રૂપિયા 11 હજારના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેના વિરૂધ્ધ આર્મ્સ એક્ટ 1959ની કલમ 25- (1) (એ) , 25(1બી) (એ) મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

આ તમંચો કોને વેચવા માટે આવ્યો હતો કોની પાસેથી લાવ્યો હતો તે વિગત જાણવા માટે આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હતા. આ રિમાન્ડ દરમિયાન ઇન્દોરના ઈરફાનનું નામ ખૂલ્યું હતું. જોકે, પોલીસ તપાસ માટે ઇન્દોર ગઈ હતી પરંતુ આવું કોઈ વ્યક્તિ મળી નહોતી આરોપી સાચું બોલે છે ખોટું તે જોવા માટે પોલીસે આરોપી પાસેથી મળી આવેલા મોબાઈલની કોલ ડીટેલ કઢાવવા કામગીરી પણ હાથ ધરી છે. તેણે કોની સાથે કેટલી મિનિટ વાત કરી તે તમામ બાબતો મળ્યા બાદ તેના મૂળ સુધી પહોંચી જવાશે. હાલમાં આજે આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા હોય તેને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...