દારૂની હેરાફેરી:ઠાસરાના બહારપુરા પાસે કારમાંથી ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરતાં 4 ઈસમો ઝડપાયા

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઠાસરાના બહારપુરા પાસે કારમાંથી ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરતાં 4 ઈસમો ઝડપાયા

ઉત્તરાયણ પર્વ નજીક છે ત્યારે દારૂની હેરાફેરીનો વ્યાપ વધ્યો છે. ઠાસરા પંથકમાંથી દારૂની હેરાફેરી કરતી એક મારફતે વાનને પોલીસે પકડી પાડી છે. આ બનાવમાં 4 વ્યક્તિઓની ધરપકડ કરી પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં લઈ જવાતો હતો એ પ્રશ્ન મહત્વનો ઊભો થયો છે પોલીસ આ દિશામાં તપાસ આદરી છે.

ઠાસરા તાલુકાના બહારપુરા ગામ નજીકથી ઠાસરા પોલીસે એક સીલ્વર કલરની મારુતી કંપનીની ઇકો ગાડીને શંકાના આધારે અટકાવી હતી. જેમાંથી કવોટર નંગ 432 કિંમત રૂપિયા 43 હજાર 200 તથા 5 વ્યક્તિઓને ઝડપી લેવાયા હતા.

જેમાં હર્ષીલ નરેન્દ્રભાઇ વાળંદ (રહે,અંગાડી, વાળંદ ફળીયુ તા.ગળતેશ્વર જી.ખેડા), અલ્પેશ રમણભાઇ સોલંકી (રહે, અંગાડી ચોરાવાળુ ફળીયુ તા.ગળતેશ્વર), વિજય ભીખાભાઇ રાઠોડ (રહે, અંગાડી ચોરાવાળુ ફળીયુ તા.ગળતેશ્વર), મનીષ રમણભાઇ સોલંકી (રહે, અંગાડી ચોરાવાળુ ફળીયુ તા.ગળતેશ્વર) અને દારૂ મંગાવનાર આરોપી જયેન્દ્રસિંહ ઉર્ફે લાલો વિઠ્ઠલભાઇ પરમાર (રહે.દાનીયાની મુવાડી, ભાથીજી ફ્ળીયુ તા.ઠાસરા) સામે પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો છે. પોલીસે ઉપરોક્ત દારૂ સહિત કાર અને રોકડ રૂપિયા તથા મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 2 લાખ 49 હજાર 780નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...