તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુગારીઓ પકડાયા:મહુધાના સાપલા ગામની સીમમાં જુગાર રમતા પાંચ શકુનીઓ રૂપિયા 50 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા

નડિયાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જુગારધામ પર મહુધા પોલીસે રાત્રે ત્રાટકી જુગારીઓની ધરપકડ કરી

ખેડા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા જિલ્લાના વડામથકમાં રાત્રી કર્ફ્યૂનો નિર્ણય લેવાયો છે. આજ રાત્રીથી જેનો અમલ થનાર છે ત્યારે હવે નડિયાદ સહિત આસપાસના આ તાલુકાના ગામડાઓમાં અસામાજિક પ્રવૃત્તિઓને છુટો દોર મળી જશે. કારણ કે એક બાજુ સ્થાનિક પોલીસ રાત્રી કર્ફ્યૂના બંદોબસ્તમાં વ્યસ્ત રહેશે. તો બીજી તરફ ગામડાઓમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓને છુટો દોર મળી જશે. મહુધા પોલીસે બાતમીના આધારે જુગાર રમતા પાંચ વ્યક્તિઓને અડધા લાખ ઉપરની કિંમતનો મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.

મહુધા તાલુકાના સાપલા ગામની સીમ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર મહુધા પોલીસ ગતરાત્રે ત્રાટકી હતી. દરમિયાન જુગાર રમી રહેલા કુલ પાંચ વ્યક્તિઓ વિનુ રઈજી સોઢા (રહે. બગડુ), હિતેશ ભગવાન પટેલ (રહે. સાપલા), કલ્પેશ માધા સોઢા (રહે. ખુંટજ), જયંતિ દાઉદ વણકર (રહે. સાપલા) અને અશોક જબ્બરસિંહ સોઢા (રહે. બગડુ)ને ઝડપી લીધા છે.

પોલીસે આ તમામ ઈસમો પાસેથી રોકડ રૂપિયા 10 હજાર 270 તથા મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 50 હજાર 270નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલા તમામ ઈસમો સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી મહુધા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી દીધી છે. અત્રે ઉલ્લેખનિય છે કે બુધવાર રાત્રી 8થી સવારના 6 વાગ્યા સુધી નડિયાદમાં કર્ફ્યૂનો અમલ થશે. ત્યારે નડિયાદ તાલુકાના ગામડાઓમાં અસામાજિક બદીઓ મોટાપ્રમાણમાં ફુલીફાલશે. પોલીસ એક બાજુ કર્ફ્યૂના બંદોબસ્તમાં વ્યસ્ત રહેશે. અને અસામાજિક તત્વોને ખુલ્લો દોર મળી જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો