તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:નડિયાદના કણજરી-ભુમેલ રોડ પર રેલવે ફાટક નજીક ખુલ્લા ખેતરમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા, બે ફરાર થયા

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચકલાસી પોલીસે રૂ. 17,500ની રોકડ સાથે કુલ રૂપિયા 98,500નો મુદ્દામાલ જપ્ત કર્યો
 • તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધાયો

ખેડા જિલ્લામાં હોળી ધુળેટીના પર્વને અનુલક્ષીને પોલીસ સતર્ક બની છે. ગત રોજ નડિયાદના કણજરી-ભુમેલ રોડ પર ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર પોલીસે છાપો મારી પાંચ ઈસમોને ઝડપી લીધા છે. જયારે બે શખ્સો નાસી છુટવામાં સફળ થયા છે. પોલીસે રૂપિયા 17 હજાર 500 રોકડ નાણાં સાથે બે મોબાઈલ ફોન અને બે વાહન મળી કુલ રૂપિયા 98 હજાર 500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

રેલવે ફાટક નજીક ખુલ્લા ખેતરમાં જુગારધામ ચાલતુ હતુ

નડિયાદ તાલુકાના કણજરી-ભુમેલ રોડ પર રેલવે ફાટક નજીક ખુલ્લા ખેતરમાં ચાલતા જુગારધામ ઉપર સ્થાનિક પોલીસે છાપો માર્યો છે. ચકલાસી પોલીસે ગત રોજ બાતમીના આધારે રેડ કરી જુગાર રમતા સુનીલ વસાવા (રહે. નડિયાદ), હેમુ રાઠોડ, વારસી વ્હોરા, ગોપાલસિંહ રાણા અને સાજીદ રાણા (તમામ રહે. કણજરી)ને કોર્ડન કરી ઝડપી લીધા છે. જયારે અન્ય બે વ્યક્તિઓ કિરણ ભીલ તથા એક મોપેડનો ચાલક નાસી છુટયા છે. પોલીસે ઝડપાયેલા આરોપીની તલાસી લઈ કુલ રૂપિયા 17 હજાર 500 રોકડ કબ્જે કર્યા છે. સાથે સાથે બે મોબાઈલ ફોન અને બે વાહન મળી કુલ રૂપિયા 98 હજાર 500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે ચકલાસી પોલીસે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી ફરાર થયેલા ઈસમોને શોધવા કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો