તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાયર એલાર્મ:સંતરામ રોડ પર આવેલા સંતરામ નિયલમ કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં કચરાના ઢગલામાં આગ લાગી

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદમાં 12 કલાકમાં જ આગ લાગવાનો બીજો બનાવ બન્યો

નડિયાદમાં આગ લાગવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગતરાત્રે બાદ આજે વધુ એક આગનો બનાવનો કોલ નડિયાદ ફાયરબ્રિગેડને મળ્યો છે. જેમાં સંતરામ રોડ પર આવેલા સંતરામ નિયલમ કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં કચરાના ઢગલામાં આગ લાગી છે.

કચરામાં આગ લાગતા ભારે અફડાતફડી સર્જાઇ

નડિયાદ શહેરના હાર્દસમાં વિસ્તાર એવા સંતરામ રોડ પર આવેલા સંતરામ નિયલમ કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં શુક્રવારની બપોરે એકાએક આગ લાગી હતી. બેઝમેન્ટમાં રહેલા કચરામાં આગ લાગતા ભારે અફડાતફડી સર્જાઇ હતી. સ્થાનિકોએ ઘટનાની જાણ નડિયાદ ફાયરબ્રિગેડને કરતાં ફાયરબ્રિગેડના કર્મીઓએ પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી.

ભૂતકાળમાં પણ અહીંયા આ રીતે આગ લાગી હતી

આગને કારણે કોમ્પલેક્ષનું વીજ વાયરીંગને નુકસાન પહોંચ્યું છે. આગ લાવવાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે. અત્રે ઉલ્લખનીય છે કે આ જગ્યાએ અવારનવાર આગ લાગે છે. ભૂતકાળમાં પણ અહીંયા આ રીતે આગ લાગી હતી. પરંતુ પાલિકા તંત્ર અહીંયા કચરો સાફ કરવાનું નામ જ લેતી નથી. પાલિકા તંત્રની નિષ્કાળજીના કારણે અહીંયા અવારનવાર આગ લાગવાનું સ્થાનિક દુકાનદારો કહી રહ્યાં છે. તો છેલ્લા 12 કલાકમાં જ આગ લાગવાની બીજી ઘટના સામે આવી છે.

અન્ય સમાચારો પણ છે...