તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નડિયાદમાં કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યા છે. એક તરફ તંત્ર કડકાઈ દાખવતા વેપારી વર્ગ નારાજ બન્યો છે. તો બીજી તરફ સ્થિતિ હદની બહાર વણસી ચૂકી છે. આજે રવિવારે સમગ્ર જિલ્લામાં વધુ 29 કેસોનો ઉમેરો થયો છે.
નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાનો વ્યાપક ભરડો છે. જિલ્લાના વડામથકમાં દરરોજ હદ પાર વગરના કેસો સરકારી ચોપડે નોંધાતા હોય છે. જોકે તંત્ર દ્વારા હવે સજાગતા દાખવી નડિયાદમાં કડકાઈનો અમલ કરવામાં આવી રહ્યો છે. મોડી રાત્રે ચાલતા વેપાર ધંધાને બંધ કરાવતા વેપારી વર્ગ નારાજ બન્યો છે. રવિવારે સમગ્ર ખેડા જિલ્લામાં કોરોનાના કુલ 29 કેસો નોંધાયા છે. જેની વિગતવાર વાત કરીએ તો નડિયાદમાં 12, ઠાસરામાં 5, ગળતેશ્વરમાં 4, મહેમદાવાદમાં 3, કઠલાલમાં 2, અને કપડવંજ, માતરમાં 1-1, એમ કુલ 29 કેસો આજે વધુ નોંધાયા છે.
રસીકરણ બાબતે જાગૃતિ લાવવામાં તંત્ર નિષ્ફળ
કોરોનાના કહેર વચ્ચે રસીકરણ અભિયાન સમગ્ર દેશમાં ચલાવવામાં આવી રહ્યું છે. એક બાજુ સમગ્ર ખેડા જિલ્લામાં કેસો વધી રહ્યા છે. તો બીજી તરફ તંત્ર દ્વારા રસીકરણ અભિયાન હાથ ધરાયું છે. પરંતુ હજુ પણ ગામના પરા વિસ્તારમાં જાગૃતિના અભાવે લોકો રસી મુકાવતા ખચકાટ અનુભવી રહ્યા છે. તંત્ર દ્વારા માત્ર રીક્ષા પર માઈક મુકી જાહેરાત કરી સંતોષ માની લીધો છે. જેના કારણે તંત્ર જાગૃતિ લાવવામાં નિષ્ફળ નિવડ્યું હોવાની અટકળોએ જોર પકડયું છે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.