કોરોના અપડેટ:નડિયાદમાં આજે નવો એક કેસ નોંધાયો, ખેડા જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 4 પર પહોંચી

નડિયાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડા જિલ્લા વહીવટી તંત્રએ કબુલ્યું કે, ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં કોરોનાના છુટા છવાયા કેસો સામે આવી રહ્યા છે

ખેડા જિલ્લામાં કોરોનાએ ફરી એકવાર બેકાબુ બને તો તેમાં નવાઈ નહી. છેલ્લા ચાર-પાંચ દિવસોથી એક-બે કેસો નોંધાઈ રહ્યા છે. જે બાદ જિલ્લા વહીવટી તંત્રએ પણ કબુલ્યું કે, ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાંથી છુટા છવાયા કેસો સામે આવી રહ્યા છે. જેથી કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન ક૨વા તંત્રે જીલ્લાવાસીઓને અપીલ કરી છે. આજે નડિયાદમાંથી કોરોનાનો વધુ એક કેસ નોંધાયો છે. જે બાદ આરોગ્ય તંત્રમાં નાસભાગ મચી ગઇ છે.

નડિયાદ તાલુકાના મંજીપુરા ગામના 54 વર્ષીય ગૃહિણીને છેલ્લા દશેક દિવસથી શરદી,ઉધરસ અને તાવની તકલીફ હતી. તેઓએ ખાનગી દવાખાનામાં સારવાર કરાવી પરંતુ ઉધરસમાં સુધારો ન થતાં તેઓએ કોવીડનો ટેસ્ટ કરાવ્યો હતો. જે ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. જે બાદ જિલ્લા આરોગ્ય તંત્ર સફાળું જાગી અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે. આ ઉપરાંત દર્દીના ઘરના તમામ સભ્યોને થર્મલ ગન ધ્વારા તાપમાન માપણી કરી હતી. ગતરોજ બે પોઝેટીવ કેસ સામે આવ્યા બાદ આજે વધુ એક કેસ નોંધાયો છે. જે બાદ એક્ટીવ કેસોની સંખ્યા 4 પર પહોંચી ચૂકી છે. આ સાથે આજે કુલ 1180 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. આવતીકાલથી નવરાત્રીનો પ્રારંભ થનાર છે જે બાદ તહેવારોની મોસમ દરમિયાન જો લોકો સજાગ નહી બને તો ત્રીજી લહેરની શરૂઆત થઈ જશે તેમાં કોઈ બે મત નથી.

ખેડા જીલ્લાની જાહેર જનતાને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે કે, જીલ્લામાં કોવિડની મહામારીનો કહેર હજુ પણ ચાલુ છે, જીલ્લામાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમા છુટા છવાયા કેસો હજુ પણ નોંધાઈ રહ્યા છે. જેથી કોવિડની ગાઈડ લાઈનની ચૂસ્ત પાલન કરવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...