તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં કોરોનાના 1 કેસ સામે આવ્યા જે બાદ એક્ટીવ કેસોની સંખ્યા 18 એ પહોંચી

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે સમગ્ર જિલ્લામાં 40 સેશનમાં યોજાયેલ રસીકરણ અભિયાનમાં 4,232 લોકોને રસી અપાઈ

ખેડા જિલ્લામાં કોરોનાના કહેરમાં સતત ઘટાડો નોંધાયો છે. દૈનિક કેસોની વાત કરવામાં આવે તો આજે વધુ 1 કેસનો વધારો થયો છે. જેથી કુલ એક્ટીવ કેસોની સંખ્યા 18 એ પહોંચી છે. જિલ્લામાં આજે જે નવા કેસ નોંધાયા તેમાં ફક્ત નડિયાદમાંથી જ 1 કેસ મળી આવ્યો છે. જે સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 10405 એ પહોંચી ચૂક્યો છે.

આજે સમગ્ર જિલ્લામાં કુલ 814 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 150960 સેમ્પલ એકત્રીકરણ કરાયા છે. જેમાં 139741 લોકોના નેગેટિવ અને 10405 લોકોના પોઝેટીવ નોંધાયા છે. ત્યારે 814 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે. જિલ્લામાં આજે 40 સેશનમાં યોજાયેલ રસીકરણ અભિયાનમાં 4,232 લોકોને રસી અપાઈ છે. જે સાથે અત્યાર સુધી સમગ્ર જિલ્લામાંથી 7,39,766 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...