તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:બે પૈસા કમાવવાની આશ સાથે આવેલા કલરકામના કારીગરનું વાહન ચોરાઈ જતાં કારીગર હતાશામાં ગરકાવ થયો

નડિયાદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અમદાવાદ વટવાના કલર કામના કારીગરનું મહેમદાવાદ પંથકમાંથી બાઈક ચોરાયું
 • કલર કામ કરવા મહેમદાવાદના રાસ્કા પાસે કારીગરે મોટરસાયકલ પાર્ક કરતા ચોરી થઇ

અમદાવાદના વટવામાં રહેતા કલર કામના કારીગરનું મહેમદાવાદ પંથકમાંથી બાઈક ચોરાયું છે. બે પૈસા કમાવવાની આશ સાથે આવેલા કારીગરનું વાહન ચોરાઈ જતાં કારીગર હતાસ થઈ ગયો છે. આ અંગે મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

મહેમદાવાદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો

અમદાવાદના વટવામાં રહેતા અને કલર કામના વ્યવસાય સાથે સંકળાયેલા નીયાજઅહેમદ અન્સારી ગત માર્ચ મહિનાની 5મી તારીખે પોતાનું મોટરસાયકલ લઈને મહેમદાવાદ પંથકમાં કલર કામ અર્થે આવ્યા હતા. આ તાલુકાના રાસ્કા વિહાર ડેમ નજીક તેઓએ પોતાનું મોટરસાયકલ પાર્ક કરી નજીકમાં આવેલ એક બંગલામાં કામ જોવા ગયા હતા. કામ જોઈ પરત આવતા તેઓએ પોતાનું મોટરસાયકલ પાર્ક કર્યુ હતું તે જગ્યાએ મોટરસાયકલ નહોતું. આસપાસના વિસ્તારોમાં બાઈક માલિકે તપાસ આદરી પરંતુ આજ દિન સુધી તેમના વાહનનો કોઈ અતોપતો નહીં લાગ્યો. તેથી આ અંગે ગત રોજ નીયાજઅહેમદ અન્સારીએ મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરીયાદમાં મોડી ફરિયાદ પાછળનું કારણ ઉપરોક્ત ચોરી થયેલ મોટરસાયકલ જુનુ છે અને તેનો વીમો નહોવાથી જે તે સમયે ફરિયાદ કરવાનું ટાળ્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો