અકસ્માત:રણાસર બસસ્ટેન્ડ પાસે કારે રાહદારીને અડફેટમાં લીધો, બોલેરોની હડફેટે યુવકને ઇજા: બાઇકની ઠોકરે મહિલા ઘાયલ

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માતર તાલુકાના રણાસર ગામે બપોરે બસસ્ટેન્ડ પાસે ઉભેલા શખ્સને પૂર ઝડપી કારે અડફેટમાં લઈ રોડ પર પાડી દેતા શરીરે ઈજાઓ થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર માતર તાલુકાના રણાસર ગામે રહેતાં કિરણભાઇ રાજુભાઇ દેવીપૂજક, સુનીલભાઇ બળદેવભાઇ દેવીપૂજક, સમીરકુમાર મહેન્દ્રભાઇ દેવીપૂજક ગામના બસ સ્ટેન્ડ પાસે રોડની સાઇડમાં ઉભા હતા. ત્યારે અચાનક ધસી આવેલાં બોલેરો જીપના ચાલકે તેની ગાડી પુરઝડપે ચલાવી સમીરકુમાર મહેન્દ્રભાઇ દેવીપૂજકને ઠોકરે ચડાવી ગંભીર ઇજા પહોંચાડી હતી. જેને સારવાર અર્થે ઇમરજન્સી વાન 108 મારફતે લીંબાસી દવાખાને ખસેડાયા હતા. આ અંગે લીંબાસી પોલીસે ઇજાગ્રસ્તના સબંધી કિરણભાઇ રાજુભાઇ દેવીપૂજકની ફરિયાદ લઇને ફરાર બોલેરોજીપ ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...