જાગૃતિ કાર્યક્રમ:નડિયાદના ઉત્તરસંડામાં વિશ્વ આયોડિન ડેફીસિયન્સી ડિસઓર્ડર પ્રિવેન્શન દિન નિમિત્તે લઘુ શિબિર યોજાઈ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સગર્ભા સ્ત્રીઓ તથા બાળકોના વિકાસ માટે આયોડિનની જરૂરિયાત અંગે માહિતી અપાઈ
  • સગર્ભા સ્ત્રીઓને આયોડિનયુક્ત મીઠાનું વિતરણ કરાયું

21 ઓક્ટોબરના રોજ વિશ્વ આયોડિન ડેફીસિયન્સી ડિસઓર્ડર પ્રિવેન્શન દિનની ઉજવણી કરાય છે. જેના અંતર્ગત ઠેકઠેકાણે જાગૃતિ શિબિર યોજાઈ હતી. જેમાં ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓના સ્વાસ્થ્ય અને ગર્ભમાં રહેલા બાળકના પોષણ માટે આયોડિન કેટલું આવશ્યક છે તે બાબત વિશે સમજૂતી આપવામાં આવી હતી.

વિશ્વ આયોડિન ડેફીસિયન્સી ડિસઓર્ડર પ્રિવેન્શન દિવસની ગઈકાલે ગુરૂવારે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નરસંડા દ્વારા નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામે લઘુ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ચાર્જ સુપરવાઈઝર હિતેશ રામકર દ્વારા સગર્ભા સ્ત્રીઓ તથા બાળકોના વિકાસ માટે આયોડિનની જરૂરિયાત તથા તેની ઉણપથી ઉભા થતાં જોખમો વિશે સમજૂતી આપવામાં આવી હતી. શિબિરમાં સગર્ભા સ્ત્રીઓને આયોડિનયુક્ત મીઠાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ લઘુ શિબિરમાં આરોગ્ય કર્મચારી વિજેશ મેકવાન, આશા ફેસિલેટર મીનાબેન પંચાલ, આશા-તેડાગર બહેનો હાજર રહ્યાં હતાં. શિબિરનો હેતુ સગર્ભા મહિલાઓ તથા બાળકોના વિકાસ માટે ખોરાકમાં આયોડિનથી થતા લાભ વિશે માહિતી આપવાનો હતો.

અન્ય સમાચારો પણ છે...