તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘર કંકાસ:પ્રેમ લગ્નના બે વર્ષમાં જ પિયર જવાની બાબતમાં સંબંધનો અંત આવ્યો, નડિયાદમાં સામસામે પોલીસ ફરિયાદ

નડિયાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પરિણીતાએ પતિ, જેઠ, સાસુ સસરા સામે, જ્યારે સાસુએ પરિણીતા, વેવાઈ, વેવાણ સહિત અન્ય એક સામે ફરિયાદ નોંધાવી
 • નડિયાદ ટાઉન પોલીસે ક્રોસ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી

નડિયાદમાં પરિણીતાને પિયર જવા જેવી સામાન્ય બાબતે મોટુ સ્વરૂપ લીધુ હતુ. ઘરના સામાન્ય કજીયામાં મારામારી થતાં સામસામે ફરિયાદ નોંધાઈ છે. પરિણીતાએ પોતાના પતિ, જેઠ, સાસુ સસરા સામે, જ્યારે સાસુએ પરીણિતા, વેવાઈ, વેવાણ સહિત અન્ય એક સામે ફરિયાદ નોંધાવી છે. નડિયાદ શહેર પોલીસે સામસામી ફરિયાદ નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી દીધી છે.

નડિયાદ શહેરના મીલ રોડ પર રહેતા યુવકને શહેરના પવનચક્કી રોડ પર આવેલા બિમલ પાર્કમાં રહેતી યુવતી સાથે પ્રેમસંબંધ બંધાતા બન્નેએ રાજીખુશીથી વર્ષ 2019માં લગ્ન કરી લીધા હતા. તાજેતરમાં ઈસ્ટર પર્વ હોવાથી પરિણીતાના સાસુએ પિયર જવા બાબતે બોલાચાલી કરી હતી. આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા યુવતીએ પોતાના માતા-પિતાના સમગ્ર બાબત જણાવી હતી.

જેથી ગત 31મી માર્ચના રોજ રાતના સમયે યુવતીની માતા, પિતા અને ભાઇ યુવકના ઘરે આવ્યા હતા. આ સમયે બોલાચાલી થતાં બન્ને પરિવારના સભ્યો વચ્ચે મારામારી થઇ હતી. આ અંગે પરિણીતાએ પોતાના પતિ, જેઠ, સાસુ અને સસરા વિરુદ્ધ નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામાપક્ષે પરિણીતાની સાસુએ ફરિયાદમાં પુત્રવધુ, વેવાઈ, વેવાણ અને પરિણીતાના ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ક્રોસ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો