તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:32 લાખની ઠગાઈના મામલે કૉલ ડીટેઈલની તપાસ શરૂ

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભોગ બનનાર 9માંથી 3 લોકો બહાર

નડિયાદમાં વર્ક પરમિટ સાથે વિદેશ મોકલવાની લાલચ આપી લાખોની છેતરપીંડી કરવાની ઘટના સામે આવી છે. ત્યારે ટાઉન પોલીસે આ ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે તપાસ આદરી છે. તપાસ અધિકારી PSI મહિપાલસિંહ રાણા સાથે વાત કરતાં તેમને જણાવ્યું છે કે, આ ઘટનામાં અમે કૉલ ડીટેઈલ્સ બહાર કઢાવી રહ્યાં છે.

તેમજ બેન્ક અેકાઉન્ટ પરથી સ્ટેટમેન્ટ સહિતની માહિતી મેળવીને આગળ તપાસ કરીશું. તેમજ ભોગ બનનારના નિવેદનો મેળવવાની કામગીરી ચાલી રહી છે. જો કે, 9 માંથી 2થી 3 લોકો બેગ્લોર હોવાનું સામે આવ્યું છે. એટલે તેમનો સંપર્ક કરીને ઘટનાની સમગ્ર બાબતે તાગ મેળવવામાં આવશે. જેમાં ભોગબનનાર પાસેથી આરોપીએ કેટલાં પૈસા વસૂલ્યાં છે અને તેઓ કેવી વર્ક પરમિટ વગર લોકોને વિદેશ મોકલતા સહિતની વિગતો બહાર આવી શકે તેમ છે. એટલે બની શકે કે, છેતરપીંડીનો આંકડો વધે તેવી શક્યતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...