તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:નડિયાદના જુના બસ મથકમાં પ્રવેશના માર્ગ પર ખાડા પુરાયા બાદ એસટી આડાસ રૂપ મુકી દેતાં હાલાકી

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અવેજીમાં ટાઉન હોલ તરફનો રસ્તો ખુલ્લો કરાયો

ખેડા જિલ્લાના નડિયાદમાં જુના બસ મથકમાં છેલ્લા કેટલાય સમયથી મસમોટા ખાડા પડી ગયા હતા. બસ જ્યાંથી પ્રવેશે છે તે જગ્યાએ અને આજુબાજુ આ ખાડાને સિમેન્ટ કોક્રીટ નાખી પુરવામાં આવ્યા છે. જે બાદ તાજા કામ પર પાણી ન ફરે તે હેતુથી અહીંયા બસની આડાસ કરી દેવામાં આવી છે. જેના કારણે મુસાફરો અને બહારથી આવતી એસટી ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

મુસાફરો અને બહારગામથી આવતી જતી બસોને ભારે હાલાકી

નડિયાદમાં જુના બસ મથકમાં છેલ્લા કેટલાય સમયથી મસમોટા ખાડા પડી ગયા હતા. આ ખાડાનું સમારકામ ગતરાત્રે હાથ ધરવામાં આવ્યું હતું. બસ સ્ટેન્ડના એન્ટ્રન્સ ગેટ પાસે અને આસપાસ અહીંયા સિમેન્ટ કોક્રીટ નાંખી ખાડાને પુરાયા છે. જે તાજા સમારકામ પર પાણી ન ફરે તે હેતુથી આજે બસ સ્ટેન્ડના એન્ટ્રન્સ ગેટ પાસે એક બસ આડાસ રૂપ મુકી દેવાઈ છે. જેના કારણે મુસાફરો અને બહારગામથી આવતી જતી બસોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જોકે તંત્રએ જ્યાંથી બસો બહાર નીકળતી હતી તે શ્રેયસ ગરનાળા તરફથી એન્ટર થવાનું સૂચન કરે છે. સાથે સાથે ટાઉન હોલ તરફનો બસ સ્ટેન્ડનો રસ્તો ખુલ્લો કરાયો છે. જ્યાંથી અમુક બસો બહાર નીકળી શકે તેવું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો