ચરોતરમાં રહેતા ખ્રિસ્તી પરિવારો દ્વારા હાલમાં 40 દિવસની તપઋતુનો પ્રારંભ થયો છે. જેનો પ્રારંભ ભસ્મ બુધવાર થકી થયો છે અને અંત 40 દિવસ પછી ઇસ્ટર સન્ડેના દિવસે થશે. ખ્રિસ્તી સમુદાય સમયગાળાને તપઋતુ તરીકે ઓળખે છે.
ઉલ્લેખનીય છે કે, આણંદ ખેડા જિલ્લામાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાય વસે છે. અંગે સભાપુરોહિત ફાધર કે. એન્ટોનીએ જણાવ્યું કે તપઋતુનું ખ્રિસ્તી સમાજમાં મહત્વ રહ્યું છે. જેમાં ભસ્મ બુધવારનું કેથોલિક ધર્મસભામાં વિશેષ મહત્વ છે. કેથોલિક ધર્મશ્રદ્ધા અનુસાર આજથી ઇસુએ માનવજાતની મુક્તિ અર્થે વેઠેલી પીડાનું સ્મરણ કરવાના 40 દિવસના ઉપવાસની યાત્રાનો પ્રારંભ થયો હતો.
ચરોતરના ચર્ચોમાં ખ્રિસ્તી પરિવારોને કપાળે ભસ્મ લગાવી અભિનિત કરવામાં આવ્યા હતાં. હાલમાં ચરોતરના આણંદ, નડિયાદ, ઉમરેઠ, ખંભાત, ઠાસરા, કપડવંજ, બોરસદમાં 40 દિવસના પાસ્ખા પર્વની શરૂઆત થઇ છે.
આ અંગે ધર્મગુરૂ ફાધર વિનય એસ. જેના જણાવ્યા મુજબ 40 દિવસ દરમિયાન ખ્રિસ્તી સમાજ ઇસુ ખ્રિસ્તની પીડાને યાદ કરી ઉપવાસ, પ્રાર્થના, દાન,તપ કરે છે. દિવસોમાં ધાર્મિક સ્થળોની મુલાકાત લઇ ત્યાં પ્રાર્થના કરે છે. ઇસુ ખ્રિસ્ત ક્રોસ પર ચડી મોતને ભેટી ફરી સજીવ થયા તે ઘટનાના સમયગાળાને તપઋતુ કહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.