અમદાવાદના રામોલ ઈન્દીરા આવાસ માં રહેતી મહિલાએ ખેડા ટાઉન પોલીસ મથકે પોતાના ભાઈ અને ભત્રિજા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. સગા ભાઈએ જ પોતાના દિકરા સાથે મળી, ખોટી સહીયો કરાવી, બહેનનો હક્ક જમીનમાંથી કમી કરી, બારોબાર પિતાની જમીન વેચી દીધી હતી. અમદાવાદ રામોલ ખાતે આવેલ ઈન્દીરા આવાસ યોજનામાં સુશીલાબેન શનાભાઈ પરમાર રહે છે.
ખેડા કોર્ટમાં ચાલી રહેલ તેઓના જમીન બાબતના કેસમાં કોર્ટે પોલીસ ફરિયાદ કરવા હુકમ કરતા ખેડા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તેઓએ જણાવ્યું છેકે તેમના સગાભાઈ પ્રેમસિંહ શનાભાઈ મકવાણા અને ભત્રિજા કુલદિપસિહ પ્રેમસિહ મકવાણાનાઓએ તેમના પિતા શનાભાઈ મકવાણાની સર્વે નં.41 અ તથા 41 બ વાળી જમીનનો હક્ક કમીનો દાખલો તૈયાર કરી તેમાં ફરિયાદી અને તેમના બહેનની ખોટી સહીયો અને અંગુઠા કરાવી સ્ટેમ્પ ઉપર હક્ક કમીનો બોગસ કરાર તૈયાર કરી તેને સાચા તરીકે ઉપયોગ કરી જમીનનો દસ્તાવેજ તૈયાર કરી મિલકતનો અપ્રામાણિકપણે દુર્વિનિયોગ કરી ગેરકાયેદસર લાભ મેળવ્યો છે.
જેનાથી ફરિયાદીને માતબર રકમનું નુકશાન થયું છે. જે બાબતે સમગ્ર મામલો ખેડા કોર્ટમાં પહોચ્યો હતો, જ્યાં કેસ ચાલી જતાં કોર્ટે સમગ્ર મામલે પોલીસ ફિરયાદ દાખલ કરવા હુકમ કરતા ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.