તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • The Elder Brother, Who Was In The Middle Of The Couple's Headbutt, Was Stabbed To Death By His Younger Brother, Dakor Police

ભાઇ ભાઇ ન રહા:પતિ-પત્નીની માથાકૂટમાં વચ્ચે પડેલા મોટાભાઇને સગા નાનાભાઇએ તલવાર મારી દીધી, ડાકોર પોલીસે તપાસ હાથધરી

નડિયાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાનાભાઈને સમજાવવા જતાં મોટાભાઈને તલવારના ઘા ખાવા પડ્યા
  • 58 વર્ષિય રમણ રાવળે પોતાના સગા નાનાભાઈ કનુ રાવળ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

નડિયાદના ઠાસરાના કલસર ગામે એક જ કુટુંબના બે ભાઈઓ વચ્ચે ઝઘડો થતાં મારામારી થઈ છે. પતિ-પત્ની વચ્ચેની બોલાચાલીમાં નાનાભાઈને સમજાવવા જતાં મોટાભાઈને તલવારના ઘા ખાવા પડ્યા છે. નાનાભાઈએ જ મોટાભાઈ પર તલવાર વડે જીવલેણ હુમલો કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ અંગે ડાકોર પોલીસે ફરિયાદના આધારે હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઠાસરા તાલુકાના કલસર ગામે નવીનગરીમાં રહેતા 58 વર્ષિય રમણ ભઈલાલભાઈ રાવળે પોતાના સગા નાનાભાઈ કનુ રાવળ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગત 13મી જુલાઈના રોજ રમણ રાવળના કાકાના પુત્રવધુનું શ્રીમંત હતું. તેના આગળના દિવસે એટલે કે 12મી જુલાઈના રોજ રાત્રે રસોડાને લગતી કામગીરી ચાલી રહી હતી. ત્યારે કનુ રાવળે કોઈ કારણોસર તેની પત્ની સાથે ઝઘડો કરી બખેડો ઉભો કર્યો હતો.

એક બાજુ પરિવારમાં પ્રસંગ હોવાથી ઘરમાં મહેમાન આવ્યા હતા ત્યારે બીજી બાજુ કનુએ તાઈફો કરતાં દર વખતની જેમ આ વખતે પણ રમણ આ ઝઘડામાં સુલે કરાવવા ગયા હતો. ત્યારે આક્રોશમાં આવેલા કનુએ જણાવ્યું હતું કે, તમે દર વખતે મને કહો છો આ વખતે તને છોડીશ નહી તેમ કહી તલવાર લઈ આવી પોતાના મોટાભાઈ રમણ પર હુમલો કર્યો હતો. આ બનાવમાં રમણભાઈને તલવાર માથાના ભાગે વાગી જતાં તે ગંભીર રીતે ઘવાયો હતો.

હુમલામાં રમણ રાવળ ઇજાગ્રસ્ત થતાં તેને ડાકોર સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવાનું જણાવતાં તેની પાસે પૈસા ન હોવાથી તે અમદાવાદ સારવાર માટે ગયા નહોતા. આ અંગે રમણ રાવળે પોતાના નાનાભાઈ કનુ રાવળ વિરુદ્ધ ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...