પુલ ધરાશાયી:ખેડાના ઠાસરાના કાલસર પાસેનો જર્જરીત પુલ એકાએક ધરાશાયી થઈ ગયો

નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આશરે 500 જેટલા ખેડુતો ખેતી કામ માટે દરરોજ આ પુલનો ઉપયોગ કરતાં હતા

ખેડાના ઠાસરાના કાલસર પાસેના કેનાલ પર બાંધેલો પુલ એકાએક ધરાશાયી થઈ ગયો છે. છેલ્લા કેટલાય સમયથી જર્જરીત અવસ્થામાં જોલા ખાતો આ પુલ એકાએક ધરાશાયી થઈ ગયો છે. જોકે, આ બનાવમાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

ઠાસરા તાલુકાના કાલસર ગામ પાસેથી મહી કેનાલ પસાર થાય છે. શનિવારની સમી સાંજે આ કેનાલ પર બાંધેલો પુલ એકાએક કડડભૂસ કરતો ધરાશાયી થઈ ગયો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ પુલ છેલ્લાં કેટલાંક સમયથી જર્જરીત હાલતમાં હતો અને આ બ્રિજ પર રીપેરીંગ માંગતું હતું.

ઉલ્લખનીય છે કે, કેનાલ પરનો અન્ય પુલ પણ જર્જરિત થતા અગાઉ ગ્રામજનો દ્વારા બંધ કરાયો હતો અને જુના પુલ પરથી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. આ પુલ પરથી આશરે 500 જેટલા ખેડુતો ખેતી કામ માટે દરરોજ અવર જવર કરતા હોય છે. તેમજ ખેતીને લઈ વાહન વ્યવહાર આ પુલ પરથી થાય છે. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નહોતી. પુલ ધરાશાયી થતા કાલસર સહિતના અનેક ગામોનો વાહન વ્યવહાર અટવાઈ પડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...