તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માસ્ક-ડિસ્ટન્સ ન જાળવ્યું:એકાદશી નિમિત્તે ડાકોરના ઠાકોરના વરઘોડામાં કોવિડના નિયમોનું ઉલ્લંઘન ચાર સેવકો સામે ફરિયાદ

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આ ચારેય વ્યક્તિઓએ શોભાયાત્રામાં કોવિડ 19ની ગાઈડ લાઈનનું ઉલ્લંઘન કરતા સ્થાનિક પોલીસે ફરિયાદ નોંધી

ડાકોરના શ્રી રણછોડરાયજી મંદિરમાંથી આમલકી એકાદશીના પાવન પર્વે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર વરઘોડામાં જોડાયેલા હર્ષ અલ્પેશભાઇ ખંભોળજા (રહે.સાંચી માતાની ખડકી, ડાકોર), શુભમ ધર્મેન્દ્રભાઇ ખંભોળજા (રહે.ખેડાવાળની ખડકી, ડાકોર), ઉમેશ કુમુદરાય સેવક (ડાકોર, લક્ષ્મીજી મંદિરની સામે) તથા રાજેન્દ્ર પ્રવિણભાઇ સેવક (રહે. બળિયા દેવ સોસાયટી, પ્રણામી મંદિર સામે, ડાકોર) એ માસ્ક ન પહેરી અને સોશિયલ ડિસ્ટન્સ ન જાળવીને કોવિડના નિયમોનો ભંગ કર્યો હતો. જે મામલે ડાકોર પોલીસના ઇકબાલભાઇ અબ્દુલસત્તારની ફરિયાદના આધારે ડાકોર પોલીસે ચારેય સેવકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

જે બાબત ત્યાં બંદોબસ્તમાં હાજર રહેલા ડાકોર પોલીસના કર્મીઓને વાત ધ્યાને આવતા ચાર વ્યક્તિઓને અટક કરી છે. જેમાં હર્ષ અલ્પેશ ખંભોળજા, શુભમ ધર્મેન્દ્ર ખંભોળજા, ઉમેશ કુમુદરાય સેવક અને રાજેન્દ્ર પ્રવિણ સેવક (તમામ રહે. ડાકોર) નો સમાવેશ થાય છે. આ તમામ લોકોએ માસ્ક નહોતું પહેર્યું અને સાથે સાથે ઉપરોક્ત શોભાયાત્રામાં સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા પોલીસે અટકાયત કરી જાહેરનામા ભંગની ફરિયાદની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

મોટી સંખ્યામાં વૈષ્ણવો હતા પણ 4 સામે જ પોલીસ ફરિયાદ કરાઈ
વરઘોડામાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા હતા. જે તમામ દ્વારા કોવિડના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. જોકે, પોલીસ દ્વારા 4 સેવકો સામે જ ગુનો નોંધવામાં આવ્યો હતો. આમલકી એકાદશીએ મોટી સંખ્યામાં સેવકો રણછોડજી મંદિરના વરઘોડામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો