તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂથ અથડામણ:નડિયાદ પશ્ચિમમાં તળાવમાંથી માટી કાઢવા બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી થયા બાદ પથ્થરમારો, પોલીસે સ્થિતિ કાબૂમાં લીધી

નડિયાદ9 દિવસ પહેલા
  • બે પિતરાઈ ભાઈઓ વચ્ચે થયેલા ઝઘડામાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા

ખેડા જિલ્લાના નડિયાદમાં આજે એકજ કુટુંબના બે પિતરાઈ ભાઈઓ સામસામે આવી જતાં મામલો બિચક્યો છે. બે જૂથ વચ્ચે સામસામે ભારે પથ્થર મારો થતાં વાતાવરણ તંગદિલી ભર્યું સર્જાયું છે. ઘટનાની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનામાં 7 વ્યક્તિઓને ઈજાઓ થઈ છે. જ્યારે 3થી વધુ વાહનોને નુકશાન થયું છે. પોલીસે ઈજાગ્રસ્તો અને બન્ને પક્ષના લોકોના નિવેદનો લેવાની કામગીરી હાથ ધરી છે.

પશ્ચિમ પોલીસ બનાવ સ્થળે દોડી આવી
પશ્ચિમ પોલીસ બનાવ સ્થળે દોડી આવી

નડિયાદ પશ્ચિમમાં પીજ રોડ નજીક આવેલ ટેલીફોન એક્સચેન્જ સામેના રાજીવનગરમાં ગુરુવારની સવારે કોઈ બાબતને લઈ ભારે પથ્થરમારો થયો છે. અહીંયા રહેતા ભરવાડ જ્ઞાતિના બે પિતરાઈ ભાઈઓના જૂથો વચ્ચે કોઈ તકરારને લઈ મામલો બિચક્યો હતો. જે બાદ આક્રોશમાં આવેલા લોકોએ અહીંયા સામસામે પથ્થરમારો કર્યો હતો. જેના કારણે 7 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ છે. જ્યારે 3થી વધુ વાહનોને નુકશાન પહોંચ્યું છે.

ઈજાગ્રસ્ત
ઈજાગ્રસ્ત

આ ઘટનાની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસને થતાં પોલીસ પણ બનાવ સ્થળે દોડી આવી સ્થિતિને સંભાળી લીધી છે. ઘવાયેલા વ્યક્તિઓને નડિયાદ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ વિસ્તારમાં વાતાવરણ ડહોળાતાં આસપાસ રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સ્થાનિક પોલીસે બન્ને પક્ષના નિવેદનો લેવાની કામગીરી હાથ ધરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી દીધી છે. ઇજાગ્રસ્તોના જણાવ્યા મુજબ ગતરાત્રે શહેરમાં તળાવમાંથી માટી કાઢવાની બાબતમાં તકરાર થઇ હતી. જે બાબતે સમાધાન પણ થઈ ગયું હતું પરંતુ બીજા દિવસે સવારે એકાએક આ જૂથ અથડામણ થતાં મામલો બિચક્યો છે.

ઈજાગ્રસ્ત
ઈજાગ્રસ્ત

ઈજાગ્રસ્ત લોકોના નામની યાદી
કાળુભાઈ કરસનભાઈ ભરવાડ, નવઘણ કાળાભાઈ ભરવાડ, કમાભાઈ કરસનભાઈ ભરવાડ, ખેંગાર કાળાભાઈ ભરવાડ, ભુરાભાઈ કાળાભાઈ ભરવાડ તમામને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે રખુબેન રત્નાભાઈ ભરવાડ અને નાની બાળકી શિવાની દેવસિંહભાઈ ભરવાડને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે.

તોફાની તત્વોને પોલીસનો ડર નથી
ઘટના અંગે પરિવારની મહિલા ઓએ જણાવ્યું હતું કે સંગ્રામ ભરવાડ ના પરિવારના લોકોને કોઈની બીક નથી. સગા કાકા-બાપાના દિકરા હોવા છતાં અમારા પરિવારના લોકો પર હુમલો કરી દીધો હતો. ધારીયા, લાકડીઓ, ફરસીયું લઇ તેઓ એ હુમલો કરી દીધો હતો. આ લોકોને પોલીસનો પણ ડર નથી. > પુનાબેન ભરવાડ, ઘાયલ

નડિયાદમાં તળાવમાંથી માટી કાઢવા બાબતે ભરવાડ પરીવારના બે જુથો વચ્ચે ધીંગાણું થતાં ભારે અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો.
નડિયાદમાં તળાવમાંથી માટી કાઢવા બાબતે ભરવાડ પરીવારના બે જુથો વચ્ચે ધીંગાણું થતાં ભારે અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો.

ગુનો નોંધી બે ઈસમોની ધરપકડ કરાઈ છે
રાજીવ નગરમાં બાજુબાજુમાં રહેતા ભરવાડ પરિવારો વહેલી સવારે ઝઘડયા બાદ તુરંત જ સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દરમિયાન બીજી તરફ પોલીસ દ્વારા બે શખ્સ કાના ખોડા ભરવાડ અને વાલજી ખોડા ભરવાડની ધરપકડ કરી છે અને અન્ય ઈસમોને પકડવાની કવાયત હાથ ધરાઈ છે. હાલમાં વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવ્યો હોય શાંતિ છે. > બી.પી.પટેલ, પીઆઈ.પશ્ચિમ પોલીસ સ્ટેશન

માટી બાબતે કાલનો ઝઘડો ચાલતો હતો
આ લોકોને માટી બાબતે અમારા ઘર વાળાઓ સાથે કાલનો ઝઘડો ચાલતો હતો. જેના કારણે આજે સવારે કાળાભાઇ કરસનભાઇ અને તેમના દિકરા સુરેસ સહીતના લોકો લોખંડની પાઇપ, લાકડીઓ સાતે અમારા ઘરમાં ઘસી આવ્યા હતા. અમારા બૈરા છોકરાઓને માર માર્યો, અને અમને પણ પગમાં માર માર્યો હતો. 2 ગાડી પોલીસ આવી તો પણ આ લોકો તેમને ગાઠતા ન હતા. > વિજુબેન ભરવાડ, ઘાયલ

અન્ય સમાચારો પણ છે...