તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મિત્રાલમાં ધોળા દહાડે બે મંદિરમાંથી પીત્તળનો ઘંટ- તાંબાના થાળની ચોરી

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વસો પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી

વસો તાલુકાના મિત્રાલ ગામના બે મંદિરમાં ધોળા દિવસે તસ્કરોએ પીત્તળનો ઘંટ અને તાંબાના થાળની ચોરી કરીને પલાયન થઇ ગયાની ફરિયાદ વસો પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. વસો તાલુકાના મિત્રાલ ગામના ભરચક વિસ્તારમાં શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિરમાં કોઇ અજાણ્યો શખસ દર્શન કરવાના બહાને ગત 28મીએ સવારે 11 વાગે આવી મંદિરમાં લગાડેલાં આશરે 7 કિલો વજનના પીત્તળના ઘંટનો હાથફેરો કરી ગયો હતો.

ઉપરાંત, નજીકમાં આવેલ તમાકુની ખળી પાસેના શ્રી મેલડી માતાજીના મંદિરમાંથી તાંબાના થાળની પણ ચોરી થઇ હતી. અહીંના બે મંદિરમાં ચોરી થવાના બનાવના પગલે શ્રધ્ધાળુ ગ્રામજનોમાં હલચલ મચી ગઇ હતી. આ અંગે વસો પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં મિત્રાલના ઇન્દીરાનગરીમાં રહેતી મહિલાના ગળાના ભાગે ઇજા પહોંચાડી સોનાના માદળિયાની લૂંટની ઘટના ઘટી હતી. જે ગુનાનો ભેદ ઉકેલાયો નથી. મિત્રાલ સહિતના ગામોમાંથી છાસવારે પશુચોરીની ફરિયાદો ઉઠતી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો