તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ બ્રાન્ચની કામગીરી:મહુધાના વડથલ ગામે ચાલતા જુગારધામ પર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી, 27 હજારના મુદ્દામાલ સાથે છ શકુનીઓને દબોચી લીધા

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બાતમીના આધારે પોલીસે જુગારધામ પકડાયું
 • છ શકુનીઓને ઝડપી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

ખેડા જિલ્લામાં જુગારની બદીઓ ફુલી ફાલી છે. ગત રાત્રે લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મહુધાના વડથલ ગામે ચાલતા જુગારધામ પર દરોડો પાડી કુલ 6 શકુનીઓને ઝડપી લીધા છે. પોલીસે આ બનાવમાં કુલ રૂપિયા 27 હજાર 780નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખેડા જિલ્લા એલ.સી.બી પોલીસની ટીમ ગત રાત્રે મહુધા તાલુકાના વડથલ ગામે ઇન્દિરા નગરીમાં ચાલી રહેલા જુગારધામ પર ત્રાટકી હતી. બાતમીના આધારે પોલીસે અહીંયા સર્ચ કરતાં આ જુગારધામ પકડાયું છે. અહીંયા જુગાર રમી રહેલા કુલ 6 શકુનીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

જેમાં સોહિલમીંયા મલેક, રફીકમીંયા મલેક, પંકજ ઉર્ફે બાબુ બારૈયા(ત્રણેય રહે. વડથલ), રમેશચન્દ્ર કલવાણી, સાજીદમીંયા ચૌહાણ (બન્ને રહે. કઠલાલ) અને સાદીકહુસેન મલેક (રહે. મહુધા)નો સમાવેશ થાય છે.

પોલીસે આ તમામ ઈસમોની તલાસી લઈ રૂપિયા 17 હજાર 280 રોકડ કબ્જે કર્યા છે. સાથે સાથે 4 મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 27 હજાર 780નો મુદ્દામાલ જપ્ત કરી તમામ ઈસમો વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો