તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:નડિયાદમાં વડતાલના કિશોરપુરામાંથી લિસ્ટેડ બુટલેગર દારૂના જથ્થા સાથે ઝડપાયો

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોરની ટાંકી તથા ડાંગરના પુળામાં સંતાડેલ રૂપિયા 1 લાખ 99 હજાર 200ના દારૂ જપ્ત
  • એલસીબી પોલીસની ટીમે બુટલેગરને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી

નડિયાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગતરાત્રે ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાં છાપો મારી દારૂના જથ્થા સાથે એક લિસ્ટેડ બુટલેગરને ઝડપી લીધો છે. બુટલેગરે બોરની ટાંકીમાં અને ડાંગરના પુળામાં સંતાડેલ કિંમત રૂપિયા 1,99,200ના વિદેશી દારૂ પોલીસના હાથે લાગ્યો છે. પોલીસે આ અંગે પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

ઝડપાયેલ આરોપી
ઝડપાયેલ આરોપી

મોટી કિંમતનો દારૂનો જથ્થો પોલીસના હાથે લાગ્યો

ગતરાત્રે એલસીબી પોલીસે નડિયાદ તાલુકાના વડતાલ તાબેના કિશોરપુરા ગામે રહેતો અને દારૂનો વેપલો કરતો બકુલ પરમારના ઘરે છાપો માર્યો હતો. જ્યાંથી પોલીસે આ આરોપી બકુલને ઝડપી લેવાયો હતો. તેને સાથે રાખી તપાસ આદરતા બકુલે બોરની ટાંકીમાં અને ડાંગરના પુળામાં છુપાવેલ મોટી કિંમતનો દારૂનો જથ્થો પોલીસના હાથે લાગ્યો હતો.

દારૂનો જથ્થો ભુપેન્દ્ર ઉર્ફે ભોપો પરમાર (રહે. વડતાલ) એ ભરી આપ્યો

ગણતરી કરતાં બિયરની પેટીઓ 32 તેમજ જુદી જુદી ભારતીય બનાવટની બોટલ નંગ 720 મળી કુલ રૂપિયા 1,99,200 નો વિદેશી દારૂનો જથ્થો કબજે કરાયો છે. તો લિસ્ટેડ બુટલેગર બકુલની પુછતાછ કરતા તેણે આ દારૂનો જથ્થો ભુપેન્દ્ર ઉર્ફે ભોપો પરમાર (રહે. વડતાલ) એ ભરી આપ્યો હોવાનું કબુલ્યું છે. આથી પોલીસે આ અંગે બન્ને ઈસમો સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...