કોરોના રસીકરણ:ખેડા જિલ્લામાં 10 જાન્યુઆરીથી બુસ્ટર ડોઝ આપવામાં આવશે

નડિયાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આરોગ્ય કર્મચારી, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 ઉપરના કો-મોર્બીડીટી ધરાવનારાને ડોઝ અપાશે

જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે આરોગ્ય કર્મચારી, ફ્રન્ટલાઈન વોર્કર્સ અને 60 ઉપરના એવા લોકો જેમને જુદા જુદા પ્રકારની બીમારી છે, તે લોકોને કોરોના વિરોધી રસીનો બૂસ્ટર ડોઝ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આગામી તા.10 જાન્યુઆરીથી આ બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત ખેડા જિલ્લામાં થનાર છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ જિલ્લામાં આરોગ્ય કર્મચારી ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી ઉપરના કો-મોર્બીડીટી ધરાવતા લાભાર્થીઓને પ્રિકોશન ડોઝથી સુરક્ષિત કરવા અગાઉ સરકાર દ્વારા જાહેરાત કરાઈ હતી.

જે અન્વયે આવા લાભાર્થીઓ કે જોઓએ બીજો ડોઝ લીધા બાદ 9 માસનો સમયગાળો થઈ ગયેલ હોય, તેવા લાભાર્થીઓ પ્રિકોશન ડોઝથી કોવિડ રસીકરણ કરવાની કામગીરી તા.10 જાન્યુઆરીથી શરૂ થનાર છે. જે માટે જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્ર પર કોવિડ રસીકરણ સેશનનું આયોજન થનાર છે. જિલ્લામાં આયોજન મુજબ તબક્કાવાર તમામ લાભાર્થીઓને આવરીને કોવિડ રસીકરણની કામગીરી હાથ ધરાશે તેમ જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...