વિવાદ:જમીનમાં અમારો ભાગ છે કહી આધેડ સાથે મારામારી

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સુરાશામળમાં કુટુંબીઓ સામે ફરીયાદ

નડિયાદના સુરાશામળ ગામે રહેતા 55 વર્ષિય અરજનભાઈ ઝાલા પોતાના ઘરે હાજર હતા, તે દરમિયાન તેમના કુટુંબી ભાઈ હર્ષદભાઈ ઝાલા અને તેની પત્નિ શીતલબેન તેમજ માતા સુમિત્રાબેન ત્રણેય તેમના ઘરે આવી પહોંચ્યા હતા. તેમજ તારી જમીનમાં અમારો ભાગ છે, જેથી તારી જમીનમાં તે મકાન બનાવ્યુ છે, તે ખાલી કરી દો, તે જમીન અમારા ભાગમાં આવે છે, તેમ કહી ગાળાગાળી કરી હતી.

જેથી ગાળો બોલવાની ના પાડતા હર્ષદભાઈ ઉશ્કેરાઈ જઈ ધારીયુ લાવી અરજનભાઈ પર હુમલો કર્યો હતો. તેમજ શીતલબેન અને સુમિત્રાબેને અરજનભાઈને ગળદાપાટુનો માર માર્યો હતો. બુમાબુમ થતા અરજનભાઈના પરીવારજનો આવી ગયા હતા, જેથી ત્રણેય લોકો અરજનભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...