મારામારી:દવા સાથે લેવાના દૂધની ચા બનાવી દેતા મારામારી

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ તાબેના પીપલગમાં આવેલી સેજલ કંપોઝિટ નામની ફેક્ટરીમાં કામ કરતા લોકો વચ્ચે નજીવી બાબતે મારામારી થઈ હતી. ફરિયાદી અંજલીબેન ભટ્ટે જણાવ્યું છે કે, તેમના પતિ શીલ્પભાઈ ભટ્ટ ફાઈબર ગ્લાસનો વેપાર કરે છે. છેલ્લા કેટલાંક દિવસથી તેમના પતિને વાઈરલ ઈન્ફેક્શન છે એટલે તેમને દૂધ સાથે દવા લેવાની હોય છે.

જ્યાં કામ કરતાં રાકેશભાઈ તળપદાએ તેમને દવા સાથે લેવાના દૂધની ચા બનાવી દીધી હતી. એટલે શીલ્પે રાકેશને ઠપકો આપ્યો હતો. આ વાતની રીસ રાખીને રાકેશે શીલ્પને ગડદાપાટુનો માર માર્યો હતો. જેમાં પોલીસે રાકેશ ત‌ળપદા વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...