પ્રારંભ:તીર્થધામ વડતાલમાં ખેડા જિલ્લા ભાજપનો ત્રિદિવસીય રાષ્ટ્રીય પ્રશિક્ષણ વર્ગનો આજથી પ્રારંભ

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટય કરી શિબિરને ખુલ્લી મૂકી

ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડા જિલ્લાના તીર્થધામ વડતાલ ખાતે ત્રી દિવસીય રાષ્ટ્રીય પ્રશિક્ષણ શિબિરનો આજથી પ્રારંભ થયો છે. સૌપ્રથમ ઉપસ્થિત મહાનુભાવોઓએ દીપપ્રાગટ્ય કરી શિબિરને ખુલ્લી મૂકી હતી. પ્રથમ સત્રમાં મુખ્ય વકતા ભુપેન્દ્ર લાખાવાલાએ બદલાયેલા સમયમાં ભાજપનું દાયિત્વ અને ભાજપની વિશેષતા વિશે પ્રશિક્ષણ વર્ગના શિબીરાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ શિબિર આગામી ત્રણ દિવસ ચાલનારી છે.

શનિવારથી આરંભાયેલ આ શિબિરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય સભાગૃહમાં ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રભારી ગોરધન ઝડફિયા, રાજ્ય સરકારના કેબિનેટમંત્રી અર્જુનસિંહ ચૌહાણ, મુખ્ય દંડક પંકજ દેસાઈ, સત્રના મુખ્ય વક્તા ભુપેન્દ્ર લખાવાલા, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, વિકાસ શાહ, નટુભાઇ સોઢા, ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ તથા હોદ્દેદારો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...