ચૂંટણી:નડિયાદ નગર શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભાજપની ક્લિન સ્વિપ

નડિયાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 વર્ષ બાદ ચૂંટણી યોજાઇ, તમામ બેઠકો પર ભાજપની જીત
  • 52 પૈકી 43 ભાજપના સાથે 5 અપક્ષ સભ્યોએ પણ ભાજપને મત આપ્યાં

નડિયાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજરોજ યોજાયેલ ચૂંટણીમાં અપેક્ષા મુજબ ભાજપનો વિજય થયો છે. સવારે 9 વાગ્યે નગરપાલિકા હોલ ખાતે મતદાન શરૂ હતુ. પાલિકાના સભ્યોએ જ મતદાન કરવાનું હોઈ 100 ટકા મતદાન થયું હતું. જે બાદ 12 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. જેના અંતે સૌ કોઈની અપેક્ષા મુજબ ભાજપના તમામ ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

નડિયાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 15 વર્ષ બાદ ચૂંટણી જાહેર થયા બાદ નગરજનોમાં તેની ચર્ચા હતા. ચૂંટણીમાં મેટ્રિક પાસ નડિયાદ શહેરના કોઈ પણ રહેવાસી ઉમેદવારી કરી શકે, પરંતુ મતદાન નો હક્ક ફક્ત નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો પાસે જ હોય છે. આ સ્થિતિમાં નડિયાદ નગરપાલિકામાં 52 પૈકી 43 બેઠકો ભાજપની હોય ભાજપના જ ઉમેદવારોની જીત નક્કી હતી. જે આજે મતગણતરી બાદ સ્પષ્ટ થઈ ગયું.

મત કેવી રીતે આપવો તે અંગે પાઠશાળા યોજાઈ
​​​​​​​નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં મત આપવાની પ્રક્રિયા આંટીઘૂંટી વાળી હોય છે. તેમાંય નડિયાદ ન.પા ખાતે 15 વર્ષ બાદ ચૂંટણી આવી હોવાથી તમામ નવા સભ્યોને મત કેવી રીતે આપવો તેની ખબર ન હોવાથી મતદાન શરૂ થતા પહેલા મત કેવી રીતે આપવી તેની પાઠશાળા યોજાઈ હતી.

હારેલા-જીતેલા ઉમેદવારો અને મળેલા મતની વિગત

ઉમેદવારનું નામમળેલ મતહાર-જીત
1. ભૂમિકાબેન નટવરભાઈ મારૂ48 મતવિજેતા
2. વિજયકુમાર રમેશભાઈ ચૌહાણ4 મતહાર

- મેટ્રીક્યુલેશન વિભાગ (1 જગ્યા)

1. અંકુર શૈલેષકુમાર શાહ45 મતવિજેતા
2. અતુલભાઈ ઈન્દ્રપ્રસાદ પંડ્યા45 મતવિજેતા
3. કેવલ કુમાર સુરેશભાઈ ભટ્ટ51 મતવિજેતા
4. ગોકુલ અરૂણકુમાર શાહ15 મતહાર

- સામાન્ય સભાસદોની જગ્યા (7 જગ્યા)

1. રાકેશભાઈ રમેશભાઈ પટેલ41 મતવિજેતા
2. જીજ્ઞેશભાઈ મનુભાઈ પટેલ55 મતવિજેતા
3. હિનલ કુમાર પટેલ48 મતવિજેતા
4. અજયભાઈ સુંદરલાલ પંજાબી48 મતવિજેતા
5. પ્રિયેશ ગિરીશભાઈ દેસાઈ48 મતવિજેતા
6. વિશાલ દિલીપભાઈ અમીન48 મતવિજેતા
7. મોહમ્મદ ઇમરાન વ્હોરા48 મતવિજેતા
8. હેતલ હસમુખભાઈ રાવ25 મતહાર

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...