રજૂઆત:મહેમદાવાદના ઓવરસીયર સામે પગલાં ભરવા માંગણી, ભાજપના પ્રદેશ પ્રમુખે પાલિકા પ્રમુખને પત્ર લખ્યો

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેમદાવાદ નગરપાલિકામાં નિમણૂંક પામેલા ઓવરસીયર સામે ફરિયાદો ઉઠી હતી. મહેમદાવાદ પાલિકાના સભ્ય પ્રિતીબેન પટેલના પતિ દર્શનભાઈ પટેલ દ્વારા નગરપાલિકાના ઓવરસીયરની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યાં હતાં. ઓવરસીયર દ્વારા વિવિધ કામમાં ભ્રષ્ટાચાર કરાતો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. આ અંગે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રજુઆત કરતાં તેઓએ પાલિકા પ્રમુખને પત્ર લખી આ બાબતે કાર્યવાહી સુચના આપી હતી. આ અંગે અરજદાર દર્શનભાઈ પટેલે જણાવ્યું હતું કે, મહેમદાવાદ શહેરનાં આસ્થા ગ્રીન હાઉસ પાછળ આવેલા વળવાડા કુવા વિસ્તારમાં આરસીસી રસ્તાના કામમાં વર્ક ઓર્ડરના નિયમો પ્રમાણે જોવા જઈએ તો આ રોડ 17 ઇંચનો બનાવવાનો હતો. પરંતુ તેની જગ્યાએ માત્ર 11 ઈંચનો બનાવ્યો હતો.

બોર્ડમાં ઠરાવ લાવવામાં આવશે
મહેમદાવાદ પાલિકાના ઓવરસીયર સામે કાર્યવાહી સંદર્ભે પત્ર મળ્યો છે. પરંતુ ઓવરસીયર સરકારી કર્મચારી છે. જેની સામે કાર્યવાહી માટે બોર્ડમાં ઠરાવ કરવો પડે. આથી, નિયમ મુજબ ઠરાવ લાવવામાં આવશે. > શીલાબહેન વ્યાસ, પ્રમુખ, નગરપાલિકા, મહેમદાવાદ.

અન્ય સમાચારો પણ છે...