તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:મહુધા વિધાનસભા હસ્તગત કરવા ભાજપે પ્રયાસ શરૂ કર્યા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પંચાયત આંચકી, હવે વિધાનસભા સીટ પર નજર

કેન્દ્ર અને રાજ્યમાં ભાજપના પ્રભુત્વ વાળી સરકાર હોવા છતાં ખેડા જિલ્લાની મહુધા વિધાનસભા સીટ ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની છે. આઝાદીના 75 વર્ષમાં આજ સુધી ભાજપ મહુધા વિધાનસભા મેળવી શક્યું નથી. જેના કારણે આગામી 2022ની વિધાનસભામાં ભાજપે હવે મહુધા વિધાનસભાને ટાર્ગેટ કરી કામગીરી શરૂ કરી છે. શનિવારે નડિયાદ કમલમ ખાતે મહુધા વિધાનસભાના વાસણા અને ચુણેલ ગામના 498 આગેવાનોને ભાજપમાં જોડી કોંગ્રેસના હોંશ ઉડાડતો કાર્યક્રમ ભાજપે કર્યો.

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લક્ષ્મણસિહે પોતાની કુનેહ સાબિત કરતા 75 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર મહુધા તાલુકા પંચાયત કોંગ્રેસના હાથમાંથી ભાજપને મેળવી આપી. અને હવે તાલુકાના 498 આગેવાનોને ભાજપમાં ભેળવી 2022 ની ચૂંટણી માટે કોંગ્રેસને જાણે કે પડકાર ફેંક્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે પણ આજ રીતે કોંગ્રેસના મજબૂત ગઢમાં ભાજપે ગાબડાં પાડી કાર્યકરોને ભાજપમાં જોડી લીધા હતા.

જેના પરિણામ સ્વરૂપ કોંગ્રેસને તાલુકા પંચાયત ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે ફરી એકવાર કોંગ્રેસમાં મજબૂત ગઢમાં ગાબડું પડતાં ભાજપના કાર્યકર્તાઓ માં ખુશીની લાગણી છવાઈ છે. નડિયાદ ભાજપ કાર્યાલયમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ રાજનભાઈ દેસાઈ, જિલ્લા પાંખના વિપુલભાઈ પટેલ અને મહુધા એપીએમસીના ચેરમેન નીલેશભાઈ પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...